ઘણા લોકોને વિઝા ન મળતા હોય તો એ ઘણી માનતા રાખે છે અને ઘણું બધું કરે છે પરંતુ એમણે તે બધું કરવા છતાં એને વિઝા મળતા નથી. બધા લોકોને અલગ અલગ ઈચ્છા તો હોય જ છે જે માંગવા માટે મંદિર જતા હોય છે. ઘણા લોકો નોકરી માટે પણ મન્નત રખે છે.
આ મંદિર તેલંગાણામાં હૈદરાબાદની સીમાથી લગભગ ૪૦ કિલોમીટર દુર આવેલું છે, જેને ચિલ્કુર બાલાજીના મંદિરના નામથી ઓળખવામાં આવે છે. લોકોનું માનવું છે કે વિઝા માટે દુતાવાસના ચક્કર લગાવવા કરતા સારું છે કે ચિલ્કુર બાલાજી મંદિરના ચક્કર લગાવીએ અને હવાઈ જહાજના ચડાવો ચડાવવો.
એનાથી વિઝા મળવા આસાન થઇ જાય છે. આ મંદિરને વિઝા વાળા મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં લોકો સારી નોકરીની મન્નત લઈને પણ આવે છે. એવી માન્યતા છે કે ચિલ્કુર બાલાજીની ૧૧ પરિક્રમા કરીને માંગેલી મન્નત ક્યારેય ખાલી નથી જતી અને જયારે ભક્તોની બધી મનોકામના પૂરી થઇ જાય છે તો એ પાછા ત્યાં જઈને બાલાજીની ૧૦૮ વાર પરિક્રમા કરે છે.
૫૦૦ વર્ષ જુના આ મંદિરનો ઈતિહાસ ખુબ જ રોચક છે. કહેવાય છે કે વેંકટેશ બાલાજીના એક ભક્ત દરરોજ ઘણા કિલોમીટર ચાલીને એના દર્શન માટે તિરુપતિ બાલાજીના મંદિર આવતા હતા, પરંતુ એક દિવસ એમની તબિયત ખરાબ થઇ ગઈ, જેથી તે મંદિરે જઈ શક્યા નહિ.
એવામાં બાલાજી ભગવાન પોતે એમના ભક્તના સપનામાં આવ્યા અને બોલ્યા કે તમારે મારા દર્શન કરવા માટે આટલું બધું દુર જવાની જરૂરત નથી, હું અહી જ તમારી પાસે વાળા જંગલમાં રહું છું. આ પછીના બીજા દિવસે જયારે બાલાજીના ભક્ત ભગવાને બતાવેલી જગ્યા પર ગયા તો ત્યાં એમને ઉભરેલી ભૂમિ દેખાઈ રહી હતી.
એ પછી ભક્ત એ ત્યાં જમીન ખોદાવી તો ત્યાંથી લોહી જેવું નીકળવા લાગ્યું અને ત્યારે જ આકાશવાણી થઇ અને કહેવામાં આવ્યું કે આ ભૂમિને દુધથી નવડાવીને અહી એક મૂર્તિની સ્થાપના કરવામાં આવે. ભક્ત એ પણ ભગવાને જણાવ્યા અનુસાર ત્યાં બાલાજીની મૂર્તિની સ્થાપના કરી દીધી. આજે એ જ મંદિર ચિલ્કુર બાલાજીના નામથી ખુબ જ મશહુર છે.