મેષથી મીન રાશિ સુધી તમામ બાર રાશિઓનો પોતાનો સ્વામી ગ્રહ હોય છે. જેનો પ્રભાવ પ્રત્યેક રાશિ પર રહે છે. એવામાં અમે આપનાં માટે એવી માહિતી લઇને આવ્યાં છીએ કે કઇ રાશિનાં જાતકો સૌથી બુદ્ધિમાન હોય છે અને તેમને છેતરવા જરાં પણ સરળ નથી હોતા.

સિંહ- આ રાશિનાં જાતકોને કોઇપણ કામ સોંપવામાં આવે કે જેમાં મગજથી કામ લેવાનું હોય તો તે પહેલી વખતમાં કદાચ નિષ્ફળ જાય પણ તેઓ ક્યારેય હાર નથી માનતા આ રાશિનાં જાતકો સાહસીની સાથે સાથે ચુતર પણ હોય છે. તે કોઇપણ કામ ચતુરાઇથી પતાવી દે છે.

મિથુન, તુલા અને કુંભ- આ ત્રણ રાશિનાં જાતકો બુદ્ધિની દ્રષ્ટિએ એક સરખા હોય છે. તેનું કારણ છે તેમની કામ કરવાની રીત. તેમનાં વિચારો સ્પષ્ટ હોય છે. તેઓ હમેશાં સાવચેતીમાં માને છે તેથી જ તેઓ સતર્ક રહે છે અને તેથી જ તેમને છેતરવાં આસાન નથી.

વૃશ્ચિક- આ રાશિનાં જાતકો સૌથી બુદ્ધિમાન હોય છે સાથે જ તે સૌથી દયાળુ હોય છે. તેમનાં પર મા સરસવતિની કૃપા હોય છે. તેમનું મગજ ઘોડાની જેમ દોડે છે. તે ખૂબજ ચાલાક હોય છે.

મેષ-આ રાશિનાં જાતકો ખુબજ સચેત હોય છે. તેઓ કંઇપણ કામમાં વ્યસ્ત કેમનાં હોય તેમનાં આંખ અને કાન હમેશાં ખુલ્લા હોય છે. તેનો અર્થ કે તેઓ હમેશાં સતર્ક હોય છે. અને તેમનું મગજ હમેશાં આસપાસ બનતી ખોટી ઘટનાઓ પારખી લે છે