દ્રૌપદીની આ ચાર વાતો દરેક સ્ત્રીએ યાદ રાખવી જોઈએ, જાણો તેણે આપેલી ઉપયોગી સીખ

મહાભારતની સૌથી સુંદર અને રહસ્યમય મહિલા દ્રોપદી છે. પાંચ પતિ હોવા છતાં તેને સંસારની શ્રેષ્ઠ ચરિત્ર અને ગુણો વાળી મહિલા માનવામાં આવે છે. દ્રોપદીએ સંસારની સરેક સ્ત્રીઓ ને ચાર મહત્વપૂર્ણ વાતો કહી છે. ચાલો જાણીએ તેના દ્વારા આપવામાં આવેલા ઉપદેશ વિશે.

  1. દ્રૌપદીએ કહ્યું છે કે સ્ત્રીઓ એ ક્યારેય પણ નાના વિચારો ના રાખવા જોઈએ નહીતર ઘરમાં ઉન્નતી નથી આવતી, બંને પરિવારના વ્યક્તિઓ પ્રત્યે સમાન વ્યવહાર રાખવો જોઈએ, જો સામે વાળા વ્યક્તિ ખોટા હોય તો પણ આપણા વ્યવહારમાં પરિવર્તન ના લાવવું જોઈએ અને સ્વાભિમાન સાથે સમજુતી ક્યારેય ના કરવી જોઈએ.
  • એક સારી અને સાચી સ્ત્રીએ હંમેશા ખરાબ સ્ત્રીઓ થી દુર રહેવું જોઈએ, મહિલાઓ એ ખરાબ પુરુષો થી અને ખરાબ મહિલાઓ થી દુર રહેવું જોઈએ. ખરાબ મહિલાઓ પોતાના આચરણથી બીજાના ઘરને પણ બરબાદ કરી નાખે છે.
  • દ્રોપદી એ એવો સંદેશો આપ્યો છે કે સ્ત્રીઓ માટે પોતાનો પતિ જ બધું હોય છે. તેથી ખરાબ પરિસ્થિતિઓ માં ગભરાવુ જોઈએ નહિ અને હંમેશા પોતાના પતિની સાથે કદમ મેળવીને ચાલવું જોઈએ અને તેને સાથ આપવો જોઈએ કારણ કે લગ્ન પછી એક સ્ત્રી માટે તેનો પતિ જ બધું હોય છે. તેથી સ્ત્રીઓ એ પોતાના પતિનો આદર અને સમ્માન કરવું જોઈએ. અને તેમની બધી જ આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
  • સ્ત્રીએ પોતાના ઘરમાં થતા રહેતા ઉચ-નીચ અથવા કોઈ અન્ય પ્રકારની વાતોને કોઈ બહારની વ્યક્તિને ક્યારેય ના કહેવી જોઈએ. જો ભૂલથી પણ ઘરની વાત બહારના વ્યક્તિને કરીએ તો તેનાથી ઘરની ગુપ્ત વાતો બીજા લોકો જાણી જશે અને દુશ્મન તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી ક્યારેય પણ ઘરની વાતો બહારની વ્યક્તિને ના કરવી જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer