સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર ભગવાનને ધરેલો પ્રસાદ ખરીદવો કે વેચવો પાપ સમાન માનવામાં આવે છે

ભગવાનના પ્રસાદને ગ્રહણ કરવા અથવા વિતરણ કરવામાં કોઇ જાતિ બાધ હોતો નથી. પ્રભુ પ્રસાદ ક્યારેય વાસી કે અશુધ્ધ હોતો નથી. કોઇના અડવાથી તે અપવિત્ર થતો નથી. ભગવાનનો પ્રસાદ દરેક પરિસ્થિતિમાં ગંગાજળ સમાન શુધ્ધ માનવામાં આવ્યો છે. આપણા ધર્મમાં પ્રભુ પ્રસાદનો મોટો મહિમા છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ પરમાત્માનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ ભોજન કરવું જોઇએ. આપણે મંદિરોમાં કે ઘરમાં ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ ભોજન કરવાની પ્રથા છે. ભગવાનને અર્પણ કરેલો ભોગ ત્યારબાદ જ પ્રસાદના રુપમાં ગ્રહણ થાય છે. શાસ્ત્રો અનુસાર પ્રભુનો પ્રસાદ અત્યંત પવિત્ર હોય છે. તેને ગ્રહણ કરનાર પણ પવિત્ર બની જાય છે.

વર્તમાન સમયમાં આપણા આરાધ્ય સ્થળ પણ વ્યાપારિક ગતિવિધિઓનુ કેન્દ્ર બની રહ્યા છે. આજે ઘણા તીર્થસ્થાનો અને આરાધ્ય સ્થળો પર શાસ્ત્ર વિરુધ્ધની ઘટનાઓ બને છે. અહીં પ્રભુને ચડાવાયેલો ભોગ કે પ્રસાદ પૈસા લઇને વેચાય અને ખરીદાય છે. પ્રસાદ ખરીદીને લોકો પોતાને ધન્ય સમજે છે. શાસ્ત્રોમાં ભગવાનને ભોગ ચડાવાયેલો પ્રસાદ ખરીદવો અને વેચવો નિષેધ માનવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ ભગવાનને અર્પિત ભોગ અને જે ભોગ દરમિયાન પ્રસાદના રુપમાં પરિવર્તિત થઇ ચુક્યો છે તેને ખરીદે કે વેચે છે બંને નરકના અધિકારી બને છે. ભગવાનને ધરાવવામાં આવતો પ્રસાદ ભગવાનને ધરાવવા માટે તો ખરીદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેને વેચી ન શકાય અને ખરીદી ન શકાય. આમ તો જાતે બનાવેલો ભોગ જ ભગવાનને અર્પણ કરવો જોઇએ. શ્રધ્ધાળુઓએ પણ આવુ કાર્ય કરવાથી બચવુ જોઇએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer