કૃષ્ણ અને રાધાના પ્રેમની કોઈ સીમા ના હતી, બંને એક બીજાને ખુબજ પ્રેમ કરતા હતા દરેક મંદિરમાં અને ચિત્રમાં દરેક જગ્યાએ શ્રી કૃષ્ણની સાથે રાધા જ જોવા મળે છે. કારણકે રાધાને જ માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે.
એક દિવસ નંદબાબા અને માતા યશોદાની સાથે રાધા કુરુક્ષેત્રમાં આવી હતી. ત્યારે કૃષ્ણ અને રુકમણીના લગ્ન થઇ ગયા હતા. જયારે રુકમણીએ રાધાને જોઈ તો તેની સુંદરતાને જોઇને તે હેરાન થઇ ગઈ, કૃષ્ણની પત્ની રાધાની ઈર્ષા કરવા લાગી અને તેથી તેણે રાધાને ગરમ દૂધ પીવા માટે આપી દીધું.
ત્યાર બાદ રુકમણી કૃષ્ણ પાસે જાય છે અને એ જોઇને હેરાન થઇ જાય છે કે કૃષ્ણ શરીર પર પણ છાલા પડી ગયા હતા. તે કૃષ્ણને તેનું કારણ પૂછે છે તો કૃષ્ણ કહે છે તમે જે રાધાને ગરમ દૂધ આપ્યું હતું આ તેનું જ પરિણામ છે. કારણ કે રાધા હમેશા મારા રદયમાં વસે છે ત્યારે રુકમણીને તેણી ભૂલનો અહેસાસ થયો.