રાવણ શિવનો મહાન ભક્ત હતો, અને તેના વિશે ઘણી બધી કહાનીઓ પણ પ્રચલિત છે. એક ભક્ત ક્યારેય મહાન ના હોવો જોઈએ પરંતુ એ એક મહાન ભક્ત હતો. તેની પાસે એક ડ્રમ હતું, જેના તાલ પર તેણે તરત જ ૧૦૦૮ છંદની રચના કરી નાખી, જેને શિવ તાંડવ સ્ત્રોતના નામથી ઓળખવામાં આવે છે. તેના સંગીતને સાંભળીને શિવજી ખુબજ પ્રસન્ન થઇ ગયા. રાવણ ગાતો જતો હતો અને સાથે સાથે કૈલાસ પર્વત ચડી રહ્યો હતો. ભગવાન તેના સંગીતમાં મંત્ર મુગ્ધ હતા, અને પાર્વતીજીએ જોયું કે કોઈ વ્યક્તિ ઉપર આવી રહ્યો છે.
શિખર પર ફક્ત બે જ લોકો માટે જગ્યા છે. તો પાર્વતીએ શિવને તેના હર્શોન્માદ માંથી બહાર લાવવાની કોશિશ કરી. એ બોલ્યા પેલો વ્યક્તિ એકદમ ઉપરજ પહોચી ગયો છે. પરંતુ શિવ હજી પણ કાવ્યના સંગીતમાં લીન હતા. આખરે પાર્વતીજી તેને સંગીતના રોમાન્સ માંથી બહાર લાવવામાં સફળ થયા. અને જયારે રાવણ શિખર સુધી પહોચી ગયો તો ભગવાન શિવે તેને પોતાના પગ થી ધક્કો મારી નીચે પાડ્યો.
કૈલાસના એક મુખ અને બીજા મુખની વચ્ચે અંતર અથવા ભેદભાવ કરવો ઠીક નથી, પરંતુ કૈલાસનું દક્ષીણ મુખ અમને વધારે પ્રીય છે કારણકે અગત્સ્ય મુની કૈલાસના દક્ષીણ મુખ માં બીલીન થઇ ગયા હતા. તો એ કદાચ ફક્ત એક દક્ષીણ ભારતીય પક્ષપાત છે કે આપણે કૈલાસનું દક્ષિણી મુખ વધુ પસંદ છે, અને મને લાગે છે કે એ સૌથી વધુ સુંદર છે. તે સૌથી વધારે શ્વેત પણ છે. કારણકે ત્યાં સૌથી વધારે બરફ છે.
ઘણી રીતે આ મુખની સૌથી વધુ તીવ્રતા છે. પરંતુ ખુબજ ઓછા લોકો છે જે કૈલાસ ના દક્ષીણ મુખી તરફ જી શકે છે. તે ખુબજ દુર્ગમ છે અને ત્યાં પહોંચવું ઓછા લોકો માટે સંભવ છે. કારણકે તેનો માર્ગ અન્ય મુખો ની તુલનામાં ખુબજ વધારે કઠીન છે. અને કેટલાક ખાસ પ્રકારના લોકો જ ત્યાં જી શકે છે.