કુંડળીમાં કાલસર્પ દોષનું હોવું એનો મતલબ છે કે તમારું જીવન ચડતું-ઉતરતું રહેશે. અમુક લોકો કાલસર્પ દોષનું નામ સાંભળીને જ ગભરાય જાય છે, પણ શું તમે એ જાણો છો કે ઘણા જાતકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોવાથી અને લાખો મુશ્કેલીઓ હોવાથી પણ તે સારા એવા સ્તર પર પહોંચી જાય છે. જો તમે સખત તમારા જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છો અને તમારા બનતા કામ પણ બગડતા જઈ રહ્યા છો તો એનો મતલબ તમે કાલ સર્પથી પીડિત છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જયારે કુંડળીમાં બધા ગ્રહ રાહુ અને કેતુની વચ્ચે હોય તો કાલસર્પ દોષ થાય છે. તમારે એનાથી ડરવાની જરૂર નથી પરંતુ અમુક આસાન ઉપાય કરી તમે આનાથી મુક્તિ મેળવી શકો છો. કહેવાય છે ભારતમાં આવા ઘણા પ્રસિદ્ધ મંદિર છે.
જેના દર્શન માત્રથી જ જાતકની કુંડળી માંથી કાલસર્પ દોષ દુર થઇ જાય છે. આપણે ત્યાં નાગપંચમી પર નાગ દેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે નાગ પંચમીના દિવસે આ મંદિરોમાં પૂજા કરવાથી અને ભગવાનના દર્શન કરવાથી જાતકની કુંડળીમાંથી કાલસર્પ દોષ દુર થઇ જાય છે. તો ચાલો જાણીએ એ પ્રસિદ્ધ મંદિરો વિશે. નાગચંદ્રેશ્વર મંદિર મન્નારશાળા નાગ વાસુકી મંદિર તક્ષકેશવર નાથ સેમ-મુખેમ નાગરાજા મંદિર, બહાર જ્યોતિર્લિંગ માંથી એક છે, નાગચંદ્રેશ્વર ભગવાન જે મહાકાલ મંદિરના પરિસરમાં સ્થિત છે. ત્યાં માતા પાર્વતી અને શિવજી એક સિહાસન પર બિરાજમાન છે. એવી માન્યતા છે કે નાગપંચમી પર એના દર્શન કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળી જાય છે.
૩૦ હજાર નાગની પ્રતિમાઓ વાળું આ મંદિર કેરળના અલેપ્પી જીલાથી લગભગ ૪૦ કિલોમીટર દુર આવેલું છે, જે મન્નારશાળા મંદિરના નામથી પ્રસિદ્ધ છે. એક કથા મુજબ આ જગ્યાનું નિર્માણ સ્વયં ભગવાન પરશુરામે કર્યું હતું. એવું એમણે ક્ષત્રિયોના સંહારના પાપથી મુક્તિ મેળવવા માટે કર્યું હતું.પછી નાગદેવતાએ અનંતકાળ સુધી ત્યાં રહીને એમના ભક્તોનું કલ્યાણ કરવાના આશીર્વાદ આપ્યા હતા. આ મંદિર લગભગ ૧૬ એકરમાં ગાઢ જંગલથી ઘેરાયેલું હતું. આ મંદિરમાં નાગ દેવતાની સાથે એમની પત્ની નાગયક્ષી દેવીની પણ પ્રતિમા છે. ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં નાગ વાસુકીના આ મંદિરમાં એની સિવાય ગણેશજી, માતા પાર્વતી અને ભીષ્મ પિતામહની પણ મૂર્તિ છે.
કહેવાય છે કે નાગ પંચમી પર ત્યાં પૂજા કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળી જાય છે. નાગ પંચમીના મોકા પર ત્યાં એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ઇલાહાબાદના યમુના તટ પર આવેલુ તક્ષકેશવર મહાદેવના મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં પણ જોવા મળે છે. માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી મનુષ્યને સાંપના ભયથી મુક્તિ મળે છે. સાથે જ એનું આખું વંશ સાંપથી સુરક્ષિત રહે છે. ઉત્તરાખંડના ટિહરીમાં સેમ-મુખેમ નાગરાજા મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે દ્વારકા નગરીના ડૂબ્યા પછી શ્રી કૃષ્ણ ત્યાં નાગરાજના રૂપમાં પ્રગટ થયા હતા. આ મંદિરના ગર્ભ-ગૃહમાં નાગરાજની ભૂ-શીલાને લોકો પૂજે છે.