મહાદેવના ભક્ત ફક્ત ભારત માં જ નહિ પરંતુ પુરા સંસાર માં વસેલા છે. અને એ જ કારણે ભક્તોને વિદેશોમાં પણ શિવ મંદિરનું નિર્માણ કરેલ છે. તો ચાલો ઘેર બેઠા દર્શન કરીએ વિદેશોમાં સ્થિત કેટલાક પ્રસિદ્ધ શિવ મંદિરના.
શિવ હિંદુ મંદિર-જુઈદોસ્ત :-
આ મંદિર લગભગ ૪૦૦૦ વર્ગ મીટર ના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ મંદિરના દરવાજા ભક્તો માટે જુન ૨૦૧૧ માં ખોલવામાં આવ્યા હતા. આ મંદિરમાં ભગવાન શિવ ની સાથે સાથે ગણેશ, દેવી દુર્ગા, ભગવાન હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે.
મલેશિયા મંદિર:-
કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ વર્ષ ૧૯૨૨ ની આજુ બાજુ કરવામાં આવ્યું હતું. આ મંદિર જોહોર બ્રુ ના સૌથી જુના મંદિરો માંથી એક છે. થોડા સમય પહેલ અસુધી આ મંદિર ખુબજ નાનું હતું. પરંતુ આજે૪ આ મંદિર ભવ્ય મંદિર બનાવામાં આવેલ છે. મંદિરના ગર્ભગૃહમાં ૩૦૦૦૦૦ મોટી દીવાલ પર લગાવી સજાવત કરવામાં આવેલ છે.
સ્વીત્ઝરલૅન્ડ શિવ મંદિર:-
અહી એક નાનું પરંતુ ખુબજ સુંદર શિવ મંદિર છે. અહી ગર્ભગૃહમાં શિવલિંગ ની પાછળ ભગવાન શિવ ની નટરાજ સ્વરૂપમાં અને દેવી પાર્વતીની શક્તિ સ્વરૂપ મૂર્તિઓ છે. આ મંદિરમાં ભગવાન શિવજીના તહેવારો ખુબજ ધામ ધૂમ થી મનાવે છે.
શિવ વિષ્ણુ મંદિર, ઓસ્ટ્રેલિયા:-
ભગવાન શિવ અને વિષ્ણુને સમર્પિત આ મંદિર નું નિર્માણ લગભગ ૧૯૮૭ આજુ બાજુ કરવામાં આવ્યું હતું. મંદિરનું ઉદ્ઘાટન કન્ચીપુરમાં અને શ્રીલંકા થી દસ પુજારીઓ એ પૂજા કરીને કર્યું હતું. આ મંદિરની વાસ્તુ કળા હિંદુ અને ઓસ્ટ્રેલિયાઈ પરમ્પરાઓ નું ખુબજ સારું ઉદાહરણ છે. મંદિર પરિસર ની અંદર ભગવાન શિવ અને વિષ્ણુ ની સાથે સાથે અન્ય હિંદુ દેવી દેવતાઓ ની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે.
શિવ મંદિર ન્યુઝીલેન્ડ:-
ન્યુઝીલેન્ડના આ મંદિરની સ્થાપના નું મુખ્ય કારણ લોકોની વચ્ચે હિંદુ ધર્મ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ વધારવાનું હતું. આ મંદિરના નિર્માણ પછી વર્ષ ૨૦૦૪ માં આ મંદિર આમ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મંદિર નું નિર્માણ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શિવેન્દ્ર મહારાજ અને યજ્ઞ બાબા ના માર્ગદર્શન માં હિંદુ શાસ્ત્રો અનુસાર કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન શિવ નવદેશ્વર શીવ્લીન્ગના રૂપમાં છે.
શિવ વિષ્ણુ મંદિર, કેલીફોર્નીયા:-
આ મંદિર આ ક્ષેત્રમાં હિંદુ મંદિરો માં સૌથી મોટું મંદિર છે. વાસ્તુ કળા ની દ્રષ્ટિએ આ મંદિર ઉત્તર ભારત અને દક્ષીણ ભારત ની કળાનું સુંદર મિશ્રણ છે. મંદિરમાં ભગવાન શિવ ની સાથે સાથે ભગવાન ગણેશ, દુર્ગા, અયપ્પા, દેવી લક્ષ્મી, વગેરે ની પણ પૂજા કરવામાં આવે છે.