પ્રાકૃતિક વાતાવરણ બગડી જશે, નવા નવા રોગ ઉત્પન્ન અને ઉમર થશે ઓછી. જનસંખ્યામાં વધારો થવાથી સંસાધનો ના ખોટા અને વધારે ઉપયોગ થી નવા નવા રોગ ઉતપન્ન થશે જેનાથી લોકો ની ઉમર ખુબ ઓછી થતી જશે. જે ઉમર માં આજે જુવાની આવે છે એ ઉમર માં વૃદ્ધાપણું આવવાનું શરુ થઇ જશે. સ્ત્રીઓને પુરુષની ઉપર રહેશે બોલબાલા, આ સમયે સમાજ માં સ્ત્રીઓ નું પુરુષ પર વર્ચસ્વ રહેશે. પુરુષ એના વશ માં રહેશે. આ સ્ત્રીઓ ની નીચે જ કામ કરશે.
દેવ નદી ગંગા પણ થઇ જશે લુપ્ત : કળિયુગ માં પાંચ હજાર વર્ષ વીતવા પર ગંગા નદી સુકાઈ જશે અને ફરીથી સત્યનારાયણ ના વૈકુંઠ ધામ જતી રહેશે. જયારે કળિયુગ ના દશ હાજર વર્ષ પુરા જશે ત્યારે બધા દેવી દેવતા પૃથ્વી ને છોડી દેશે. બધા ધર્મ અને એનાથી જોડાયેલા કામ બંધ થઇ જશે. પાપ અસત્ય દરેક બાજુ ફેલાઈ જશે.
પાપ પોતાની ઉંચાઈ પર હશે : સમાજ માં લોકો એક બીજા ના દુશ્મન બની જશે. હિંસા ભારે થશે. જે શક્તિશાળી છે તે બીજાનું શોષણ કરશે. મારા મારી અફરા તફરી દુષ્કર્મ પાપ એમની ઉંચાઈ પર હશે. ધર્મ તો ખતમ જ થઇ જશે. ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે, ભૂમિ અન્ન નહિ ઉતપન્ન કરે.
ખરાબ જોશો, ખરાબ કરશો અને ખરાબ જ સાંભળવાનું પસંદ કરશો : કળિયુગ માં લોકો શાસ્ત્રો અને ધાર્મિક પુસ્તકો થી પૂરી રીતે વિમુખ થઇ જશે. ધર્મ વિરુદ્ધ પુસ્તકો ની બોલબાલા હશે. લોકો અનૈતિક કામો માં વ્યસ્ત રહેશે. સ્ત્રી હોય કે પુરુષ હોય બધા અધર્મી થઇ જશે. ચોર અપરાધી બની જશે. પાપ કરવું જ એમનું કામ સમજવા લાગશે.
વિષ્ણુ નો કલ્કિ અવતાર કરશે અધર્મ નો વિનાશ : જયારે જયારે તમે તમારી ઉંચાઈ પર પહોંચી જાવ છો ત્યારે કોઈ દેવતા ને સંતુલન બનાવી રાખવા માટે અવતાર લેવો જ પડે છે તેથી ત્યારે કળિયુગ ની ઉંચાઈ માં હશે ભગવાન વિષ્ણુ નો કલ્કિ અવતાર. આ એમના ઊંચા ઘોડા પર ચઢીને એમની વિશાળ તલવાર થી પાપીઓ ને ખતમ કરશે. અધર્મ નો નાશ થશે. કહેવામાં આવ્યું છે આ અવતાર એક બ્રાહ્મણ ના ઘર માં થશે જેનું નામ છે વિષ્ણુયશા.
પછી આવશે મહા વાવાઝોડું : કળિયુગ ના અંત માં મહા વર્ષા સતત થશે જેનાથી પાણી નું સ્તર વધતું જ જશે અને આ પૃથ્વી પાણી માં વિલીન થઇ જશે. પૂરી પૃથ્વી પર વાવાઝોડાં નો અંધકાર હશે. પછી એક સાથે સૂર્ય ઉદય થઈને એમના તેજ થી પાણી ની સુકવી દેશે અને ફરીથી સતયુગ શરુ થઇ જશે.