સાધુઓનો એક સમૂહ અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદ ક્ષેત્રમાં ભવ્ય રામ મંદિરના જલ્દી નિર્માણ માટે દરરોજ ૩૩૦૦૦ દીવા પ્રગટાવી રહ્યા છે. સાધુઓનું કહેવું છે કે તેઓ આ મહીને ૧૧ લાખ દીવા પ્રગટાવશે અને રામ મંદિરના તાત્કાલિક નિર્માણ માટે પ્રાર્થના કરશે. આ લોકોનો વિશ્વાસ છે કે ૪ માર્ચ ના દિવસે કુંભ મેળાની સમાપ્તિ પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઇ જશે.
તે ઉપરાંત અહી કુંભ મેળામાં આવી રહેલા શ્રધ્ધાળુઓ ના સ્વાગત માટે લગાવામાં આવેલા હોર્ડિગ્સ માં પણ વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણનું આહ્વાન કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ માટે આગળની સુનવણી ૨૯ જાન્યુઆરીએ થશે.
હાલમાં કુંભ મેલો ખુબજ ધામ ધૂમથી ચાલી રહ્યો છે અને ટુક સમયમાં તેના પુરા થવાના દિવસો પણ આવી જશે, કુંભ મેળાની સમાપ્તિની તારીખ ૪ માર્ચ છે. અને કુંભ મેળામાં આવેલા અલગ અલગ જગ્યાએ થી બેગ થયેલા સાધુ સંતો અને મહંતો રામ મંદિરના નિર્માણ માટે ભગવાનને દીવા પ્રગટાવીને પ્રાર્થના કરી રહ્યા છે. તેઓની પ્રાર્થના અને ઇચ્છા એવી છે કે ખુબજ જલ્દી રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઇ જાય.