શિવલિંગ પર આ ૫ વસ્તુ જરૂર ચઢાવવી જોઈએ, જાણો દરેક વસ્તુનો છે અલગ ફાયદો..

આપણે બધા જાણીએ જ છીએ કે મહાદેવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણકે મહાદેવ તરત અને તત્કાલ પ્રસન્ન થવા વાળા દેવતા છે. મહાદેવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. તેથી એને આશુતોષ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવને પ્રિય એવી વસ્તુને અર્પિત કરવાથી ભોલેનાથ દરેક કામના પૂરી કરે છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેને શિવલિંગ પર ચડાવવાથી ભોલેનાથ આપણી બધી મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો જાણીએ એ ૫ વસ્તુ વિશે…

દૂધ

માનવામાં આવે છે કે શિવજીને દૂધ ચઢાવવાથી દરેક પ્રકારની માનસિક પરેશાની ખતમ થઇ જાય છે. જ્યોતિષમાં આને ચંદ્રમાંથી જોડાયેલા દોષ દુર કરવાનો સૌથી સારો ઉપાય માનવામાં આવ્યો છે.

ચોખા

અક્ષત ન હોય તો શિવ પૂજા પૂર્ણ માનવામાં નથી આવતી. પૂજામાં આવશ્યક કોઈ સામગ્રી ઘટતી હોય તો એના બદલામાં પણ ચોખા ચઢાવી શકાય છે.શિવજીને ચોખા ચઢાવવાથી અપાર ધન અને સૌંદર્ય મળે છે.

ચંદન :

ચંદનનો સંબંધ શીતળતાથી છે. ભગવાન શિવ મસ્તક પર ચંદનનું તિલક લગાવે છે. ચંદનનો પ્રયોગ લગભગ હવનમાં કરવામાં આવે છે. એન સુગંધથી વાતાવરણ વધારે સુંદર થઇ જાય છે. જો શિવજીને ચંદન ચઢાવવામાં આવે તો એનાથી સમાજમાં મન સમ્માન વધે છે.

ધતુરો

ભગવાન શિવને ધતુરો પણ અત્યંત પ્રિય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતુરો સીમિત માત્રામાં લેવામાં આવે તો ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. ધતુરો ચઢાવવાથી શિવ દરેક મનોકામના પૂરી કરે છે.

ભાંગ

શિવ હંમેશા ધ્યાનમગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેંદ્રિત કરવામાં મદદગાર હોય છે. એનાથી હંમેશા પરમ આનંદમાં રહેવાય છે. ભાંગ ચઢાવવાથી શિવજી ચિંતા તેમજ બધી પરેશાની રોજ દુર કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer