હોઈ શકે છે ડાયાબીટીઝ, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ

ડાયાબિટીઝ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. એટલામાટે ડાયાબિટીઝની શરૂઆતી લક્ષણ ઓળખી લઈએ તો તેને સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. નહીં તો પછીથી આ સમસ્યા ગંભીર બની શકે છે. જો કોઈ વ્યક્તિને આ પરેશાની ઘેરી લે છે તો જિંદગીભર માટે તે સાથ નથી છોડતી. કેટલીય વાર તો એ રોગ જાનલેવા પણ બની જતો હોય છે. જો સમય રહેતા તેના લક્ષણોને ઓળખી લેવામાં આવે તો ઘણી હદ સુધી તેનાથી પોતાનો બચાવ કરી શકવાની સંભાવનાઓ છે. આજે અમે તમને કેટલાક એવા જ લક્ષણોના વિષયમાં જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે બિલકુલ નજરઅંદાજ ન કરતા.

લોહીમાં સુગરની માત્રા વધુ હોવાને કારણે આંખીની કોશિકાઓમાં રક્ત પ્રવાહની અસર દેખાવા લાગે છે જેના કારણે ઘુંધળાપણું આવવા લાગે છે. જેથી આંખ વડે ધુંધળુ ધુંધળુ દેખાય છે સ્પસ્ટ જોઈ શકાતુ નથી. લોહિમાં સુગરની માત્રા વધવાને કારણે શરીરની તંત્રિકા પ્રણાલીને નુકશાન પહોંચી શકે છે. એટલા માટે આ સંકેતને નજરઅંદાજ ન કરવા જોઈએ, કારણ કે મધુમેહની બિમારી હોઈ શકે છે. જે આગળ જતા આપણા માટે જાનલેવા પણ હોઈ શકે છે.

જ્યારે શરીરની કોષિકાઓ ને ગ્લૂકોઝ નથી મળતુ તો શરીર બોડીમાં હયાત વસા અને માંસપેશિઓ થી તમારી આપૂર્તિ કરવા લાગે છે. જેના કારણે થી વજન ધીમે ધીમે ઓછુ થવા લાગે છે. જો તમને વધુ તરસ લાગે છે કે યુરિન આવે છે તો આ લક્ષણો ને નજરઅંદાજ ન કરવો જોઈએ. કારણ કે આ લક્ષણો પણ ડાયાબીટીઝના જ છે.

કેટલીય વાર એવું થાય છે કે આપણે કામ કરતા કરતા ક્યારેક નાની મોટી ઈજા થઈ જતી હોય છે. જો તે ઈજા જલ્દીથી સારી થવા ન લાગે તો તેને પણ બીલકુલ નજરઅંદાજ ન કરવું જોઈએ. કોશિકાઓમાં યોગ્ય રીતે ગ્લુકોઝનો પ્રવાહ ન હોવાને કારણે શરીરમાં ઊર્જાની અપૂર્તિ થાય છે જેને કારણે થી થકાન અનુભવાય છે. જો વધુ સમય સુધી એવું થાય છે તો તમને મધુપ્રમેહ હોઈ શકે છે.

માટે અહીં દર્શાવેલ કોઈ લક્ષણો તમને તમારા શરીરમાં જણાઈ રહ્યા છે તો ચેતી જવું જોઈએ. તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. અને ઝડપથી કોઈ ડોક્ટરની મુલાકાત લઈ તેમની સલાહ મુજબ રિપોર્ટ્સ કરાવીને તેની સારવાર ચાલુ કરી દેવી જોઈએ. કારણ કે સમય રહેતા જો તેની સારવાર ચાલુ થઈ જાય છે. તો તેના થી આપણને છુટકારો પણ મળી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer