હાલના સમયમાં કોરોના મહામારી ને કારણે દરેક વ્યક્તિ પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા પણ યોગ્ય રીતે કરી શકતા નથી અને આવનાર સમયમાં પણ દુનિયાને છોડીને ચાલ્યો જાય છે.ને તે પરત આવે તો તે વાત માનવી ખૂબ જ અશક્ય છે. પરંતુ હકીકતમાં આવી એક ઘટના બની છે.
જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેના તમામ રીતિરિવાજો સાથે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા પરંતુ તે વ્યક્તિ દસ દિવસ પછી જીવતો તેમના ઘરે પરત ફર્યો છે. અને આ વાત કોઈ પણ વ્યક્તિને માનવામાં આવતી નથી પહેલી વાર અને સાંભળતા જ આ વાત તમને કુદરતની કરામત લાગે પરંતુ આ કોઈ પણ કુદરતની કરામત નથી.
આ સમગ્ર ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લાની છે. જિલ્લામાં રહેતા ઓમકારલાલ નામના એક વ્યક્તિને અંતિમ સંસ્કાર તેમના પરિવાર દ્વારા દસ દિવસ પહેલાં કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારમાં પણ સંપૂર્ણ રીતે સાથે તેમને અગ્નિસંસ્કાર પણ આપવામાં આવ્યા હતા
ત્યારબાદ તેમના દીકરાઓ દ્વારા અને તેમના સમગ્ર પરિવારજનો દ્વારા તેમના માથાનું મુંડન પણ કરવામાં આવ્યું હતું અને પરિવારના મોભી નું મૃત્યુ થવાથી પરિવારજનો ખૂબ જ વધારે દુઃખી હતા અને તેમના ઉપર આભ તૂટી પડયું હતું અને તેમને અન્નજળનો પણ ત્યાગ કરી દીધો હતો
સમગ્ર પરિવારમાં દુઃખ નો માહોલ છવાઈ ગયો હતો પરંતુ જ્યારે ઓમકાર લાલ ની અંતિમ ક્રિયા પછી તેમની ક્રિયા વિધિ ચાલતી હતી ત્યારે દસ દિવસ પછી ઓમકાર લાલ ફ્રર્યા હતા અને તે જોતા પરિવારને સમજણ ન પડતી હતી કે તે દરેક ગયા કે જતા રહ્યા પછી ખુશ થવું કે ડરવું કે રડવું.
આમ જોવા જઈએ તો કોઈ પણ મૃત વ્યક્તિના અગ્નિસંસ્કાર થયા પછી તે ઘરે આવે તેના લીધે ડર લાગવો સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ જ્યારે ઓમકાર લાલે પોતાના પરિવારના સભ્યોને તે સમગ્ર હકીકત જણાવી ત્યારે તેમનો પરિવાર દુઃખમાંથી સુખમાં આવી ગયો હતો
પરિવારમાં સુખી સુખની લાગણી છવાઈ ગઈ હતી અને સમગ્ર પરિવારમાં ખુશહાલી છવાઈ ગઈ હતી. ઓમકાર લાલ પોતાના પરિવારને દસ દિવસ પહેલાં જ કીધા વગર ઉદયપુર ધંધા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતાની સાથે તેમની તબિયત અતિશય ખરાબ થઈ ગઈ હતી
તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થવું પડયું હતું. પરંતુ તેમના પરિવારને આ વિશે કોઈ પણ ખબર નથી એટલા માટે સારવાર માટે તેમને હોસ્પિટલમાં દસ દિવસ રોકાવું પડ્યું હતું અને ત્યારે તેમની તબિયત યોગ્ય અને ઠીક થતાં તેમને પરત ઘરે પરત ફરવું હતું પરંતુ તેમની પાસે પૈસા ન હોવાને કારણે તેમને વધારાના છ દિવસ ઉદયપુર રહેવું પડ્યું હતું
આમ ઓમકાર લાલ અચાનક ગુમ થઈ જતા તેમના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માં આવી હતી પરંતુ પોલીસને તેમની કોઈપણ જાણકારી મળી ન હતી પરંતુ ચાર દિવસ પછી પોલીસ કર્મીઓને એક મૃતદેહ મળ્યો હતો અને તેમની કોઈપણ પ્રકારની માહિતી મેળવ્યા વગર જ પોલીસ કર્મીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે.
આ મૃતદેહ ઓમકાર લાલનું છે. અને તેમ કહી અને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને પરિવારજનોએ પણ આ મૃતદેહ ઓમકાર લાલનો છે. એમ માનીને તમામ રીતરિવાજો સાથે તેમના અગ્નિસંસ્કાર કર્યા હતા આ બધાની વચ્ચે તેમની પત્ની દ્વારા એવું કહેવામાં આવતું હતું કે તેમના પતિ જિવિત છે.
તે હંમેશા એક દિવસ ઘરે આવશે અને સમગ્ર ઘટના બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના અંગે થયેલી આ માનવીય ભૂલના કારણે તેમને માફી પણ માંગી હતી અને તે વ્યક્તિએ મનમાં પણ ક્યારેય વિચાર્યું હોય કે તે જીવે છે. અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યો છે.
તેમના પરિવાર દ્વારા તેમની અંતિમવિધિ પણ કરી નાખવામાં આવી છે. અને તેમના માનમાં તેમના પર સમગ્ર પરિવાર ના યુવાનો દ્વારા મુંડન પણ કરાવવામાં આવ્યું હતું પરંતુ આ ઘટના સૌ પ્રથમ નજરે જોવા જઈએ તો અત્યંત મજાક લાગે છે. પરંતુ આ ઘટના એક અત્યંત માનવીય ગંભીર ગણી શકાય
કારણકે કોરોના સમયગાળામાં આવા અનેક કિસ્સાઓ પહેલીવાર નથી આવ્યા. પોલીસ અને હોસ્પિટલના મિસ મેનેજમેન્ટના કારણે આવા અનેક કિસ્સાઓ સામે આવી ગયા છે. પરંતુ હાલમાં કોરોના મહામારી ના કારણે વકરી ગયેલી પરિસ્થિતિના કારણે દરેક વ્યક્તિ તેમને માનવીય ભૂલ ગણી અને ક્ષમા આપતો હોય છે.