યમરાજને આ શ્રાપના કારણે લેવો પડ્યો હતો મનુષ્ય જન્મ, જાણો કેમ…

જાણો શા માટે લેવો પડ્યો યમરાજને મનુષ્યનો જન્મ, ગ્રંથો ની અનુસાર મનુષ્ય ની જીંદગી પૂરી થયા પછી એને મૃત્યુ ના દેવતા યમરાજ અને એના દૂત એમની સાથે લઇ જાય છે પર એના કર્મો ની અનુસાર એને સારું અથવા ખરાબ ફળ આપે છે..

પર એક કથાની અનુસાર એક વાર સ્વયં યમરાજ ને પણ મનુષ્ય નો જન્મ લઈને ધરતી પર મનુષ્ય જીવન જીવવું પડ્યું હતું. આવો જાણીએ કેમ અને ક્યાં શ્રાપ ના કારણે યમરાજ ને લેવો પડ્યો માનવ જન્મ- માન્ડવ્ય ઋષિ નો યમરાજ ને શ્રાપ :

એક સમયે માન્ડવ્ય નામ ના એક મહાન તપસ્વી ઋષિ હતા. તે ઘણી સિદ્ધિઓ ના ધણી હતા. એના રાજ્ય માં એક વાર એને ચોરી ના દોષી માનવામાં આવ્યા હતા અને રાજા એ એને સુળી પર લટકાવવાનો આદેશ આપી દીધો હતો.

ઘણા દિવસો સુધી માન્ડવ્ય ઋષિ એ સુળી પર લટકતા રહ્યા પરંતુ એના પ્રાણ ગયા નહિ. રાજા ને અહેસાસ થયો કે આ ઋષિ ચોર નથી હોઈ શકતા. તે ખુબ દુઃખી થયા અને ઋષિ માન્ડવ્ય પાસે માફી માંગીને છોડી દીધા.

સિદ્ધ ઋષિ યમરાજ ના લોક પહોંચ્યા અને એમના એ કામ વિશે પૂછવા લાગ્યા જેના કારણે એને આ સજા મળી હતી. ત્યારે યમરાજ એ એને કીધું કે તમે જયારે ૧૨ વર્ષ ના હતા ત્યારે એમણે નાના જીવનો હેરાન કર્યા હતા.

ઋષિ માન્ડવ્ય એ યમરાજ ને કીધું કે ૧૨ વર્ષ ની ઉમર માં બાળક નાદાન હોય છે અને ધર્મ અને અધર્મ જ્ઞાન થી દુર હોય છે. તેથી તમે એ નાદાન બુદ્ધી માં કરેલા કર્મ ને ખુબ વધારે દંડ આપ્યો. ઋષિ એ ગુસ્સા માં આવીને યમરાજ ને શ્રાપ પણ આપી દીધો કે,

એને પણ મનુષ્ય યોની માં એક શુદ્ર ના ઘર માં જન્મ લેવો પડશે. ઋષિ માન્ડવ્ય ના આ શ્રાપ ના કારણે યમરાજ એ મહાત્મા વિદુર ના રૂપ માં જન્મ લીધો. આવી રીતે થયું વિદુર નું મૃત્યુ જયારે ધ્રુતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, તેમજ વિદુર વાનપ્રસ્થ આશ્રમ માં રહીને કઠોર તપ કરી રહ્યા હતા,

ત્યારે એક દિવસ યુધીષ્ઠીર બધા પાંડવો ની સાથે એને મળવા પહોંચ્યા. ધ્રુતરાષ્ટ્ર, ગાંધારી તેમજ કુંતી ની સાથે જયારે યુધીષ્ઠીર એ વિદુર ને જોયા નહિ તો ધ્રુતરાષ્ટ્ર ને એના વિશે પૂછ્યું. ધ્રુતરાષ્ટ્ર એ જણાવ્યું કે તે કઠોર તપ કરી રહ્યા છે.

ત્યારે યુધીષ્ઠીર ને વિદુર એ બાજુ આવતા જોયા, વિદુરજી ધર્મરાજ ના અવતાર હતા અને યુધીષ્ઠીર માં પણ ધર્મરાજ નો અંશ હતા. તેથી યુધિષ્ઠિર ની સામે વિદુરજી એ એમના દેહ નો ત્યાગ કરી દીધો અને યુધિષ્ઠિર ની આત્મા માં સ્વયં ની આત્મા ને સમાવેશ કરી લીધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer