નવરાત્રી સ્પેશ્યલ: ગરબા રસિકો માટે સારા અને ખરાબ સમાચાર, નિયમો જાણીને શરુ કરી લો તૈયારીઓ…

હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ સરકાર દ્વારા નવરાત્રિના આયોજન અંગે કોઇપણ નિવેદન અથવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. તો ત્યારે ગરબા આયોજકો અવઢવમાં છે.

તો કેટલાક લોકોએ તો ગણપતિ વિસર્જન બાદ સીધી નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં નવ દિવસ લોકો જગદંબાની પૂજા અર્ચના કરી અને રાસ ગરબા ની મજા માણતા હોય છે. ગત વર્ષે કોરોના ના કારણે નવરાત્રિનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

તો હાલ ભારતમાં કોરોના ની બીજી લહેર ચાલી ગઇ હોય તેવું લાગે છે. જોકે ત્રીજી લહેર ની આગાહી તો છે તે માટે સાવચેતીના ભાગરૂપે સરકારે આ વખતે ગુજરાતી ગરબા આયોજકોને સોસાયટીમાં રમવાની મંજૂરી આપી છે ,

પરંતુ મોટા પાયે આયોજન કરી શકાશે નહીં. ગરબા પ્રેમીઓ માટે સારા સમાચાર છે કે તેમને પોતાની ગલી કે સોસાયટી માં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવશે . જ્યારે ગરબા આયોજકો માટે આ ખરાબ સમાચાર છે.

આ અગાઉ જ આયોજકોએ નિવેદન આપ્યું છે કે આ વખતે ગરબા થાય તેવું લાગતું નથી. તો મોટા સામાજિક હોલમાં કે પાર્ટી પ્લોટ માં ગરબાનું આયોજન થઈ શકશે નહીં.

સોસાયટીમાં પણ ૬૦ ટકાની ક્ષમતા સાથે આયોજન કરી શકાશે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રાખવામાં આવશે. જે લોકોએ વેક્સિનનાં બને ડોઝ લીધા હોય તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer