માથામાં રહેલી ટાલ થી જો તમે પરેશાન છો તો અજમાવી જુઓ આ સરળ ઉપાય, જલ્દી જ મળશે પરિણામ 

આજની બદલાતી જીવનશૈલીએ લોકોને એટલો બદલી નાખ્યો છે કે સુવિધાઓના નામે આપણે વૃદ્ધ થવા માંડ્યા છે.  આપણા સમાજ મા આ એક વાસ્તવિકતા છે કે , કોઈપણ વ્યક્તિ નું વ્યક્તિત્વ આકર્ષક જો કોઈ બનાવતું હય તો તે છે કાળા ઘટ્ટ વાળ. પરંતુ, જ્યારે આ વાળ ખરવા ના પ્રમાણ મા વૃદ્ધિ થવા માંડે અને વ્યક્તિ ટાલિયાપણાં તરફ આગળ વધે છે.

આ ઉપરાંત તેના આત્મવિશ્વાસ મા પણ ઘટાડો જોવા મળે છે અને સામાન્ય દ્રષ્ટીએ જોવા જોઇએ તો નિયમિત ૧૦૦ વાળ ખરવા એ કોઈ તણાવ નો વિષય નથી પરંતુ , જો નિયમિત ૧૦૦ થી વધુ વાળ ખરવા માંડે તો સમજી લેવું કે આ ટાલ પડવાનો સંકેત છે અને આ તણાવમયી વાત છે જેને જરા પણ હળવાશ મા લેવી નહીં.

અભ્યાસ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ટાલિયાપણું સ્ત્રીઓની સાપેક્ષ મા પુરુષો મા વધુ પડતું જોવા મળે છે. આ પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોય શકે છે જેમકે , ખરાબ જીવનશૈલી, વાતાવરણ મા પરિવર્તન, દારુ નું સેવન, કોફી, ચા, સ્મોકીંગ, તીખો આહાર અને જંક ફૂડ જેવા ખાદ્ય પદાર્થ વગેરે.

શરીર મા પિત્ત નું પ્રમાણ વધી જાય તો એની સીધી અસર વાળ પર થાય છે. આટલું જ નહીં પરંતુ, હેરિડિટી અને હોર્મોન્સ ને લગતી તમામ સમસ્યાઓ પણ પુરુષોમા ટાલિયાપણાં ને નોંતરે છે. જો તમે પણ ધીમે-ધીમે ટાલીયાપણાં નો શિકાર બની રહ્યા છો તો આ વિશેષ વાતો નુ ધ્યાન અવશ્યપણે કરજો અને તેનો અમલ પણ કરો. હાલ આ લેખ મા તમને અમુક નુસ્ખાઓ વિશે જણાવીશું.

આ નુસ્ખાઓ ની સહાયતા થી તમે ખરતા વાળ ની ઝડપને ઘટાડી શકો છો તથા તેની સહાયતા થી નવા વાળ પણ ઉગવા લાગે છે. તમારા માથામા જે જગ્યાએ વાળ ઓછા થવા માંડે ત્યાં દિવેલ નું ઓઈલ ,જેતૂન નું ઓઈલ ,કોકોનેટ નું ઓઈલ , બદામ નું ઓઈલ લઈ તેમાં જૂટના બીજ ઉમેરી બધી જ સામગ્રી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. આ નુસ્ખો અજમાવ્યા બાદ વાળ ઉતરતા ઓછા થશે.

હંમેશા માઇલ્ડ શેમ્પુ થી જ વાળ વોશ કરવા, કારણ કે , હાર્ડ શેમ્પૂ એ સીધા જ વાળ ના મૂળ ને હાનિ પહોંચાડે છે. જ્યારે વાળ ભીના હોય ત્યારે તેમાં કોકોનેટ ઓઈલ લગાવવું. આમ, કરવાથી વાળ અને ખોપરી સોફ્ટ રહેશે તથા ડ્રાયનેસ ના કારણે વાળ ઉતરતા પણ ઓછા થશે.

નિયમિત પરોઢે ભૂખ્યા પેટે ૧/૨ ચમચી ત્રિફલા ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા માંથી મુક્તિ મળે છે. આના માટે આવશ્યક છે કે આ પ્રક્રિયા ને નિરંતર ત્રણ માસ સુધી અજમાવવી અને વાળ ને નિયમિત રીતે કટિંગ કરાવતા રહેવું.

જેમ નારિયલ નું ઓઈલ વાળ વધારવા માટે શ્રેષ્ઠ ગણવામા આવે છે તેની જ રીતે નારિયલ નું દૂધ પણ વાળ અને માથા માટે સારું ગણાય છે. નારિયલ ના દૂધ મા ૨ ચમચી જેટલું આમળા નું ઓઈલ મિક્સ કરો ત્યારબાદ ૧ ચમચી લીંબુ નો રસ મિક્સ કરો અને તેને વાળના મૂળમા લગાવો. વાળ મા લગાવ્યા બાદ ૧/૨ કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ વોશ કરવા. આના કારણે વાળના મૂળ સુધી નરમાશ પહોંચે છે અને વાળ ખરવા ની સમસ્યા માંથી મુક્તિ મળી જાય છે.

જામફળના પત્તા નવા વાળ ઉગાડવા માટે ખૂબ જ સહાયરૂપ બને છે. થોડાં જામફળ ના પત્તા લઈ અને તેને પાણી મા ઉકાળો , ત્યારબાદ હવે જ્યારે આ પાણી બ્લેક થઈ જાય ત્યારે તેને ઉતારી ને ઠંડુ પાડી લો. હવે તેને જે જગ્યાએ થી વાળ ખરી ગયા હોય ત્યાં લગાવવું. ૧૦-૧૫ મિનિટ રાખીને વાળ વોશ કરી લેવા. આ પ્રક્રિયા નવા વાળ ઉગાડવા માટે ખૂબ જ સહાયરૂપ બને છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer