સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાની આજે છેલ્લી તારીખ છે. ત્યારે કોરોના સંક્રમણ સરકાર હવે નવી માર્ગદર્શીકા જાહેર કરી શકે છે. ગમે ત્યારે રાજ્ય સરકાર આ મોટી જાહેરાતો કરી શકે છે.
10 વાગ્યાથી સવારે 5 સુધી સંપૂર્ણ લોકડાઉનની કરવામાં આવી શકે છે. યૂકેની તમામ ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી શકાઈ છે. તમામ સરકારી અને સામાજિક કાર્યક્રમો 1લી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે.
કાલથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિ. ફરીવાર બંધ થઈ શકે છે. સરકારી કચેરી, કોર્પો.માં કાલથી 50% હાજરીની સાથે કામ ચાલી શકે છે. શક્યતા છે કે
તમામ ખાનગી ઓફિસોમાં પણ આવતીકાલથી 50% હાજરી સાથે કામ કરવામાં આવે.
સ્વિમિંગ પુલ, સ્પા, જિમ, સલૂન વગેરે પણ બંધ થઈ શકે છે. મનોરંજન પાર્ક અને ઝૂ જેવા બિનજરૂરી જગ્યાઓ આવતીકાલથી બંધ થઈ શકે છે.
મોલ, કોમ્પ્લેક્સ 50% ક્ષમતા સાથે ખુલી રાખી શકાય. લોકલ ટ્રેન સાંજે 7 વાગ્યા સુધી ક્ષમતાના 50% પર દોડી શકે તેમજ રેસ્ટોરન્ટ્સ 50% ક્ષમતા રાત્રે 10 સુધી ખુલા રાખી શકાય છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન, 90,928 નવા કેસ, 19,206 રિકવરી અને 325 મૃત્યુ નોંધાયા છે . હવે દેશમાં કુલ કેસ 3,51,09,286, સક્રિય કેસ 2,85,401, કુલ રિકવરી 3,43,41,009 અને કુલ મૃત્યુ 4,82,876 છે.