ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનિત ‘અનુપમા સિરિયલએ આજકાલ લોકોના દિલોદિમાગ પર જબરદસ્ત છાપ છોડી છે. ટીઆરપી લિસ્ટમાં શોને નંબર વન બનાવવા માટે મેકર્સે અનુપમા અને અનુજના જીવનની એક નવી સ્ટોરી એડ કરી છે, જેણે ચાહકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.
આગલા દિવસે, રૂપાલી ગાંગુલી અભિનીત અનુપમામાં, બતાવવામાં આવ્યું હતું કે ડિમ્પી અને નિમિતને બચાવવા માટે, અનુપમા અને અનુજ ગુંડાઓ સાથે મુશ્કેલીમાં આવી જાય છે અને તેમની ઉગ્રતાથી ધોલાઈ કરે છે.પરંતુ જ્યારે અનુપમા અને અનુજ તે બંનેને કાર તરફ લાવી રહ્યા છે, ત્યારે ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો અને બંને બેભાન થઈ ગયા.પણ અનુપમાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.
View this post on Instagram
અનુપમા અને અનુજ ડિમ્પલને ભાનમાં આવતાં જ તેને શોધી કાઢશે.
રુપાલી ગાંગુલી અભિનીત ‘અનુપમા’ આગળ બતાવશે કે અનુપમા ફરી હોશમાં આવે છે અને કોઈક રીતે અનુજને જગાડે છે. ભાનમાં આવ્યા પછી, બંને ઉભા થવાનો પ્રયાસ કરે છે અને તરત જ ડિમ્પલ અને નિમિતને યાદ કરે છે. નિમિત કારમાં હતો ત્યારે તેને ડિમ્પલ ક્યાંય દેખાતી નથી. આવી સ્થિતિમાં બંને ડિમ્પલને શોધવા લાગે છે.
ડિમ્પલ બળાત્કારનો શિકાર બને છેં
અનુપમા ડિમ્પલને શોધીવા રસ્તા પર આગળ વધે છે, પરંતુ ત્યાં તેની હાલત જોઈને અનુપમા અને અનુજ ચીસો પાડવા લાગે છે. જ્યારે અનુપમા રડે છે, ત્યારે અનુજ પણ બૂમો પાડે છે કે છોકરી સમાજમાં કેમ સુરક્ષિત નથી રહી શકતી. ખરેખર, ડિમ્પલ બળાત્કારનો શિકાર બને છે, જેને અનુપમા અને અનુજ કોઈક રીતે હોસ્પિટલ લઈ જાય છે. બીજી તરફ, અનુજે તરત જ પોલીસને આ બાબતની જાણ કરે છેં.
View this post on Instagram
બા વનરાજના હાથમાંથી ખાવાનોં ડબ્બો છીનવી લેશે.
શાહ હાઉસમાં આખો પરિવાર એક સાથે નાસ્તો કરી રહ્યો છે. દરમિયાન વનરાજ ટિફિન પેક કરે છે અને પાખીને આપવા જવાનું શરૂ કરે છે. પરંતુ પછી બા સહિત પરિવારના બાકીના લોકો તેને રોકે છે. બા વનરાજને કહે છે કે આ ઘરમાંથી પાખીને કંઈ પણ પ્રકારનુ જમવાનું જશે નહીં. જો આપણે તેને મદદ કરતા રહીશું, તો તે પોતે કંઈ શીખશે નહીં.બાએ ગુસ્સામાં વનરાજના હાથમાંથી ટિફિન છીનવી લીધું.
અનુપમા ડિમ્પીને ન્યાય અપાવવાનો નિર્ણય લેશે.
મનોરંજનથી ભરપૂર અનુપમા આગળ બતાવશે કે અનુપમા ડિમ્પલની હાલત જોઈને અસ્વસ્થ થઈ જાય છે, પરંતુ તે તેને દિલાસો આપે છે કે તે અને અનુજ આ લડાઈમાં તેની સાથે છે. બીજી તરફ નિમિતનું કહેવું છે કે તે કોઈ કાયદાકીય બાબતોમાં નથી પડવા માગતો જોકે, ડિમ્પલને ખાતરી છે કે નિમિત ક્યારેય તેનો સાથ નહીં છોડે. આવી સ્થિતિમાં, તે ગુંડાઓને પાઠ ભણાવવા માટે અનુપમા કઈ યુક્તિઓ વાપરે છે તે જોવું રસપ્રદ રહેશે.