જ્યારે પત્રકારે અમૃતા સિંહને પૂછ્યો કરીનાની ગર્ભાવસ્થા અને તૈમૂર વિશે સવાલ તો મળ્યો કંઈક આવો જવાબ…

હિન્દી સિનેમામાં પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનના સંબંધોની ખૂબ ચર્ચા થઈ રહે છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહે પોતાનો પ્રેમ મેળવવા ધર્મની દિવાલો તોડી લગ્ન કર્યા હતા. તેમના બંને પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતા છતાં બંનેએ એક હોવાનો નિર્ણય લીધો હતો.

નોંધપાત્ર વાત એ છે કે સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે ત્યારે જ લગ્ન કર્યા જ્યારે તેણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી નહોતી. તો લગ્ન સમયે અમૃતા સિંહ બોલિવૂડનું મોટું નામ બની ગઈ હતી. 1991 માં અમૃતા સિંહે પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે અમૃતા 32 વર્ષની હતી, જ્યારે સૈફ માત્ર 20 વર્ષનો હતો.

સૈફ અલી ખાન કરીના કપૂર ખાન સાથેના તેના સંબંધો વિશે હેડલાઇન્સ માં રહે છે, તે પહેલા તે અમૃતા સિંહ સાથેના સંબંધો અંગે ચર્ચા માં રહેતો હતો. બંનેના સંબંધોમાં, બંનેની ઉંમર પણ દરેક સમયે ચર્ચાનો વિષય બની હતી. બંનેની ઉંમર વિશે પણ ઘણી વાતો થઇ હતી અને તે કદાચ આનું પરિણામ હતું કે 13 વર્ષ પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો. જણાવી દઈએ કે, વર્ષ 2004 માં સૈફ અને અમૃતાએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી અમૃતાને બંને બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનની કસ્ટડી મળી હતી.

અમૃતા સિંહથી છૂટાછેડા થયાના કેટલાક વર્ષો પછી, સૈફ અલી ખાને ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન અભિનેત્રી કરીના કપૂર સાથે સંબંધ શરુ કર્યા હતા. બંનેને પ્રેમ થઈ ગયો અને વર્ષ 2012 માં સૈફે કરીના સાથે લગ્ન કર્યા. જ્યારે અમૃતાએ ક્યારેય બીજા લગ્ન કર્યા નથી. તેણે તેના બંને બાળકો સારા અને ઇબ્રાહિમ ની દેખરેખ એક સિંગલ માતા તરીકે કરી.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડાને 16 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ ઘણીવાર મીડિયામાં હજી પણ બંને વચ્ચેના સંબંધોને લઈને સમાચાર આવે છે. આ જ વસ્તુ વર્ષ ૨૦૧ ૬ માં બની હતી, જ્યારે અમૃતા સિંહના ફોન પર એક પત્રકારે કરીનાની ગર્ભાવસ્થા અને તેના પહેલા પુત્ર તૈમૂર અલી ખાનના જન્મ અંગે પ્રતિક્રિયા માંગી હતી. જેના જવાબમાં અભિનેત્રી અમૃતા સિંહ ગુસ્સે થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જે રિપોર્ટર એ અમૃતા સિંહને કોલ કર્યો હતો, તેને અભિનેત્રીએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, “તમારી હિંમત કેવી રીતે થઇ, લોકોને કોલ કરીને આવા સવાલ પૂછવાની?” તમે કોણ છો? આજ પછી ક્યારેય મને ફોન કરવાની હિંમત નહિ કરતા.

નોંધપાત્ર વાત એ છે કે, બીજી તરફ અમૃતા સિંહે કરીના અને તૈમૂર પ્રત્યે કોઈ પ્રતિક્રિયા આપી નથી, તેમ છતાં, કરિના આ મજબૂત બોન્ડ તેના બે સાવકા બાળકો ઇબ્રાહિમ અને સારા સાથે શેર કરે છે. ઇબ્રાહિમ અને સારા અલી ઘણીવાર કરીના કપૂર સાથે પણ જોવા મળે છે. તે જ સમયે, સારા અને ઇબ્રાહિમ પણ કરીનાને પસંદ કરે છે અને તેઓ તેમના સાવકા ભાઈ તૈમૂર પર પણ પ્રેમ નો વરસાદ કરે છે.

મહત્વનું છે કે, વર્ષ 2016 માં તૈમૂરને જન્મ આપનારી કરિનાએ 4 વર્ષ પછી ફરી એક પુત્રને જન્મ આપ્યો છે. કરીના અને સૈફનું ઘર ફરી એકવાર ખીલકારી થી ગુંજી ઉઠ્યું છે. ફેબ્રુઆરીમાં કરીના અને સૈફે નવા મહેમાનનું સ્વાગત કર્યું. તેના બીજા સાવકા ભાઈના જન્મ પછી સારા અલી ખાન ઘણી બધી ભેટો લઈને તેના ઘરે પહોંચી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer