બોલિવૂડમાં કહાનીઓ અને કિસ્સા ક્યારેય પણ ખતમ નથી થતા. ક્યારેક આ કિસ્સાઓ સાચા નીકળે છે તો ક્યારેક આ કિસ્સાઓ માત્ર અફવા બનીને રહી જતાં હોય છે. આવો જ એક કિસ્સો અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જે કહાની નો હિસ્સો નથી પરંતુ સત્ય છે. આ સાચું છે, બોલીવુડના મોસ્ટ હેન્ડસમ હીરો શાહીદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત સાથે જોડાયેલો છે. મીરા એ એક એવો ખુલાસો કર્યો છે, જેની વિશે તમે, અમે તો શું પણ ખુદ શાહિદ પણ વિચારી નથી શકતા.
મીરા રાજપૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી. તેમ છતાં તે હંમેશા ચર્ચામાં બની રહેતી હોય છે. ક્યારેક પોતાની તસવીર ને લઈને તો ક્યારેક પોતાની સ્ટાઈલ, સ્ટેટમેન્ટ ને લઈને. એ વાતને બિલકુલ પણ નકારી નથી શકાતું કે મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. આ જ એક મોટું કારણ છે કે તેમની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલીવુડ અદાકારા થી ઓછું નથી. મીરા રાજપૂત નવા નવા ફોટોસ અને પોસ્ટ શેર કરતી જ રહેતી હોય છે.
તમને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર મીરા નો એક ચેટ ફેશન ખૂબ તેજીથી વાયરલ થઈ ગયો છે. જેમાં મીરાએ ઘણા ખુલાસા કર્યા છે. શાહિદની પત્ની મીરા એ પોતાના ઇન્સ્ટા પર આસ્ક મી એનીથીંગ સેશન શરૂ કર્યો હતો. આ દરમિયાન મીરા અને શાહિદ ના ફેન્સે મીરા ને ખૂબ સવાલો પૂછ્યા હતા.
ત્યારબાદ મીરા એ પોતાના ફેન્સ ના સવાલોના જવાબ પણ અચકાયા વગર આપ્યા હતા. આ સેશનમાં તેમના એક ફ્રેન્ડ ને તેમને એક મજેદાર સવાલ પૂછી લીધો હતો અને તે સવાલ નો ખુબ દિલચસ્પ જવાબ આપ્યો હતો. જેને સાંભળીને તેમના ફેન્સ અને શાહિદ બંને ચોંકી ગયા હતા.
મીરા ને પૂછ્યું હતું કે શાહિદની એક સારી અને એક ખરાબ આદત જણાવો. તેના પર મીરા એ કહ્યું હતું કે જ્યારે હું શાહિદ સાથે વાત કરું છું, તો સમજી નથી શકતી કે તે શું કહેવા માંગે છે. હંમેશા તે અલગ અને નવી રીતે વાત કરતા હોય છે. પરંતુ હવે હું ધીરે ધીરે સમજવા લાગી છું. તેની સાથે જ મીરા એ કહ્યું કે મને શાહિદની વિશે બધું પસંદ છે. અને હું તેને ખૂબ પ્રેમ કરું છું.
આ દરમિયાન તેમના એક ફેને તેમના અલગ ક્રશ વિશે સવાલ પૂછી લીધો હતો. મીરા એ તેનો અલગ જવાબ આપી દીધો હતો. એવો જવાબ જેના વિશે કોઈ વિચારી પણ નથી શકતું. દરેકે વિચાર્યું હતું કે મીરા શાહિદ નું નામ લેશે. પરંતુ મીરા એ કહ્યું કે તેમનો ક્રશ તેમના પતિ શાહિદ નથી. પરંતુ સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડીવિલિયર્સ છે. મીરા એ ઇન્સ્ટાગ્રામ પર મજેદાર સેશન નો વિડીયો પણ શેર કર્યો હતો. તેની સાથે જ મીરા એ ઘણા અને મજેદાર સવાલોના પણ દિલચસ્પ જવાબ આપ્યા હતા. મીરા રાજપૂતે જણાવ્યું હતું કે netflix પર તેમનો ફેવરીટ શો શિટ્સ ક્રીક છે.