લસણને શેકીને તેનું સેવન કરવાથી મળે છે ગજબ ના ફાયદાઓ

લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે.

લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે. જેથી આજે અમે તમને લસણના એવા જ અદભુત ગુણો અને ફાયદા વિશે જણાવીશું જે કદાચ તમે પહેલાં જાણ્યા નહીં હોય.

આયુર્વેદ વિજ્ઞાને પણ લસણના ગુણધર્મોનું અને તેના અનુપમ ઔષધીય ગુણોનું સ્પષ્ટ આલેખન કર્યું છે. આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ તેના ઉત્તમ ઔષધીય ગુણો અને ઉપયોગોનું વિશેષ વર્ણન કર્યું છે જે જાણવા સમજવા જેવું છે

આજે અમે તમારા માટે શેકેલું લસણ ખાવાના ફાયદા લઈને આવ્યા છીએ, જેને જાણીને તમે ચકિત રહી જશો. જણાવી દઈએ કે, આ નાનકડું લસણ એન્ટી બાયોટીક તત્વો ધરાવે છે. અને આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. તેના સેવનથી શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે. લસણને કાચું, શેકીને અને તળીને ખાવામાં આવે છે. પણ તેને શેકીને ખાવાના ફાયદા તમને નવાઈ પમાડી દેશે.’

આરોગ્યને લઈને ચિતિત લોકોએ તો લસણનું સેવન ખાસ કરવું જોઈએ. તેનાથી વજન ઓછું કરી શકાય છે, કારણ કે તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકે છે, તેથી તેના સેવનથી વજન પણ ઘટશે અને મોટાપો ઓછો થઇ જશે. જણાવી દઈએ કે, સવારે કે રાત્રે લસણ શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને તે ખાવાથી હ્રદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામવાનું ઘણે અંશે ઓછું થઇ જાય છે.

તેમજ શેકેલું લસણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે. તેમાંથી મળી આવતા એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ફંગલ ગુણોને લીધે જ તે શરીરની અંદરની સફાઈ કરીને બીમારીઓથી બચાવે છે.

શેકેલું લસણ શિયાળાના દીવસોમાં ઠંડી, ખાંસી અને જુકામથી બચાવે છે. તેના સેવનથી શરીરને ગરમી મળે છે. શેકેલું લસણ ખાવાથી શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ સારું રહે છે.

તેમજ જાણકારોના મત પ્રમાણે, જો તમે ઈચ્છો છો કે તમારી અંદર ગજબની શક્તિ આવી જાય, તો સવારે અને સાંજે લસણ અને મધનું મિશ્રણ ખાઈને તેની ઉપર ગરમ દૂધ પીવું જોઈએ. પણ એક્વાતનું ધ્યાન રાખશો કે, દૂધ ખાંડ વાળુ ન હોય.’

લસણ કાર્બોહાઈટ્રેડનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી તેના સેવનથી શરીરને વધુ પ્રમાણમાં શક્તિ મળે છે. બ્લડ શુગર અને કબજિયાતથી પીડાતા લોકોને તેનું સેવન ફાયદો પહોંચાડી શકે છે.

2-4 લસણની કળીઓ દેશી ઘી માં તળી લો. પછી કાંચની એક બોટલમાં મધ ભરીને તેમાં તળેલું લસણ નાખીને બંધ કરી દો. હવે આ બોટલને ઘઉં ભરેલા હોય તે ગુણ કે પીપમાં વચોવચ થોડા દિવસો માટે દબાવી લો. તમે ધારો તો લોટના કસ્તરમાં પણ બોટલ દબાવી શકો છો. પછી તેનું સવાર-સાંજ સેવન કરો. આનાથી નપુંસકતા દુર થઇ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer