જાણો કેવી રીતે ભગવાન શિવથી પ્રકટ થયા હતા ભગવાન વિષ્ણુ

શિવપુરાણ ની અનુસાર સૃષ્ટિ ના આરંભ માં જયારે મહેશ્વર શિવ ને નિરાકાર થી સાકાર થવાની ઈચ્છા થઇ તો તે બે રૂપો માં પ્રકટ થઇ ગયા. એ બે રૂપો થી એનું એક રૂપ શિવ કહેવાયું અને એનું જે બીજું રૂપ નારી હતું એને લોકો શક્તિ, પ્રકૃતિ અને યોગમાયા એવા અલગ અલગ રૂપો થી જાણે છે. એના પછી એ લોકો એ એમના નિવાસ હેતુ સૌથી પહેલા કાશી નું નિર્માણ કર્યું અને અમુક સમય ત્યાં રહેવા લાગ્યા. ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા પછી એમણે વિચાર્યું કે હવે જગત ની સૃષ્ટિ માટે એક એવા પરમ પુરુષ ની ઉત્પતિ કરવી જોઈએ જે સૃષ્ટિ નું સંચાલન અને અંત માં બધા બધાનો સંહાર પણ કરી શકે.

આ સાંભળી ભગવાન શિવ એ એમના વામભાગ માં અમૃત ને મળ આપ્યું. પછી તો ત્યાંથી એક એવો પુરુષ પ્રકટ થયો જે ત્રણેય લોકો માં સૌથી સુંદર હતો. એને જોઇને એવું લાગતું હતું કે માનો કે તે બીજા શિવ જ છે, જે આભુષણ અને ચતુર્ભુજ ધારણ કરીને ત્યાં પ્રકટ થયા છે.

તે પરમપુરુષ ખુબ જ શાંત હતા અને સત્વગુણ થી સંપન્ન હતો. એની શાંતિ ઇન્દ્રનીલ મણી ની સામન શ્યામ હતી અને વેદ પણ એ પુરુષ નું વર્ણન કરવામાં અસક્ષમ હતા. એને પીતાંબર ધારણ કરેલું હતું કોઈ થી પણ પરાજિત ન થવા વાળા એ પુરુષ એ શિવજી ને કહ્યું કે મારું નામ નક્કી કરો અને મારા મારે આ જગત માં શું કામ છે એ પણ જણાવો.

શિવજીએ એ પુરુષ ને કહ્યું હે વત્સ, શ્રેષ્ઠ વ્યાપક હોવાને કારણે તમારૂ નામ વિષ્ણુ થશે, એની સિવાય બીજુ પણ તમારું નામ થશે જે ભક્તો ને સુખ આપવા વાળું હશે. તમે સ્થિર રહીને ઉત્તમ તપ કરો કારણ કે તપ દ્વારા તમારા બધા કામ સંપન્ન થઇ જશે. એવું કહીને ભગવાન શિવ એ એમના શ્વાસ માર્ગ થી ભગવાન શ્રી વિષ્ણુ ને વેદો નું જ્ઞાન પ્રદાન કર્યું અને એના પછી એમની મહિમા થી ક્યારેય ન ચ્યુત થવાવાળા શ્રી હરિ ભગવાન શિવ અને શક્તિ ને પ્રણામ કરીને મોટી ભારે તપસ્યા કરવા લાગ્યા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer