આમ લોકોની સમસ્યા ઉકેલવામાં સફળતા મેળવી પ્રખ્યાત થયેલ VTV ના પત્રકાર ઇસુદાન ગઢવી આમ આદમી ની મદદ કરવા અરવિદ કેજરીવાલ ની હાજરીમાં આપ પાર્ટી માં જોડાયા…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે ત્યારે અત્યારથી જ રાજકારણમાં નવા સમીકરણો ઉત્પન્ન થયા છે.ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બેઠકમાં હાજર રહ્યા છે.

પ્રભારી ગુલાબસિંહ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા છે. અંદાજે એક કલાક જેટલો સમય કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે રોકાશે. મુખ્યમંત્રી માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજે, સોમવારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે.

તેઓ અમદાવાદથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં આપના નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાંક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેવામાં તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

તેઓ છેલ્લા 16 વર્ષી પત્રકાર હતા.ઇસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.ત્યારબાદ તેમની સાથે મિટિંગ મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. કેજરીવાલે પત્રકાર ઈસુદાન ગઢવીને ખેસ પહેરાવી વિધિવત આપમાં પ્રવેશ કરાવ્યો હતો. તેઓ કેજરીવાલની હાજરીમાં જ આપમાં જોડાયા.

દરમિયાન આપમાં જોડાવાની સાથે જ ઈસુદાન ગઢવીએ કહ્યું કે મેં આજ સુધી લોકોના અવાજ ફકત ટીવી પર ઉઠાવ્યા અને તેનાથી તેમને લાભ થયા છે. લોકોની અપેક્ષા વધવા લાગી કે ઇસુદાનને સમસ્યા પહોંચાડી દો તો તેનો ઉકેલ આવી જશે.

આવી વાત વારંવાર લોકો કરતાં હતાં. ગુજરાતની જનતાએ મને અઢળક સ્નેહ આપ્યો છે. પહેલાં પણ લોકસેવા અને સમાજસેવાનું કામ કરતો હતો અને રાજકારણમાં જોડાયા પણ આજે એ જ એજન્ડા છે. આ ઉપરાંત તેઓ અંતિમ શ્વાસ સુધી સત્યનો સાથ આપશે તેવી પણ વાત તેમણે કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer