ભારતીય રાજકારણમાં અને કૂટનીતિમાં ચાણક્યના જીવન જીવવાની રીત દર્શાવવામાં આવી છે. તેની નીતિઓના કારણે જ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ છે. ચાણક્યની નીતિઓને આદર્શ માની જે વ્યક્તિ પોતાનું જીવન જીવે છે તે જીવનમાં દરેક સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ચાણક્યએ પોતાના જ્ઞાનથી જણાવ્યું છે કે કઈ વ્યક્તિએ કેવી પરિસ્થિતીમાં કેવો વ્યવહાર કરવો જોઈએ.
તેમણે ચાણક્ય નીતિમાં એ પણ જણાવ્યું છે કે વ્યક્તિએ કોનાથી દૂર રહેવું, કયા કાર્યો કરવા કયા નહીં વગેરે… ચાણક્યની નીતિ ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ નીતિઓમાં તેમણે એવા 4 કાર્યો વિશે જણાવ્યું છે કે જેને કરવાથી જીવન બરબાદ થઈ જાય છે. સ્ત્રી હોય ક પુરુષ તેણે આ કાર્યો કરવાથી બચવું જોઈએ.
વિચાર્યા વિના વ્યય કરવો ચાણક્યએ જણાવ્યું છે કે દરેક માણસએ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું જોઈએ. જે પણ વ્યક્તિ વિચાર્યા વિના ખર્ચ કરે છે તેની પાસે કંઈ જ બચતું નથી.
ઝઘડાખોર સ્વભાવ સ્વભાવ વ્યકિતને સામાજિક અને પારિવારિક સ્તર પર સારી અને ખરાબ સ્થિતી સુધી પહોંચાડે છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ જો ઝઘડાખોર હોય તો તે ક્યારેય સફળ થતી નથી. એક દિવસ આવા વ્યક્તિ એકલા પડી જાય છે. લોકો તેને છોડીને જતા રહે છે. જીવનમાં લોકોની વચ્ચે રહેવું હોય તો કજીયાખોર ન બનવું. જીદ્દ અને ગુસ્સાનો ત્યાગ કરી દેવો જોઈએ.
પરસ્ત્રી પાછળ ન ભાગવું ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પરસ્ત્રીનો સંગ કરે છે તે બરબાદ થઈ જાય છે. આવા લોકો ગંમે તેટલો પ્રયાસ કરે તેમના સંબંધો સમાજ સામે આવે જ છે અને તેનું અપમાન થાય જ છે. પુરુષે પોતાની આ આદત તુરંત સુધારી લેવી જોઈએ નહીં તો તે તેની બરબાદીનું કારણ બને છે.
ધીરજ ગુમાવવી સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. જે ધીરજ નથી રાખતાં તે કોઈ કાર્યમાં સફળ થતાં નથી. સફળતાનો સ્વાદ એ જ વ્યક્તિ ચાખી શકે છે જે ધીરજથી કામ કરે છે. જેનામાં ધૈર્યની ખામી હોય છે તે હંમેશા પાછળ રહી જાય છે.