વર્કિંગ વુમન હોય કે પછી કોલેજે જતી છોકરીઓ હાઈ હીલ્સ પહેરવી એ દરેકનો શોખ બની ગયો છે. જો તમને પાર્ટી અને ફંક્શન્સમાં પણ હીલ્સ પહેરવાનું પસંદ હોય તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે,
એટલા માટે જ આજે અમે તમને આ લેખ દ્વારા હીલ્સ પેરવાના ગેરફાયદાઓ વિષે જણાવવા ના છે, જેથી તમે સુરક્ષિત રહો. તો ચાલો જાણીએ હીલ્સ પહેરવાના ગેરફાયદાઓ વિષે. એડીઓ જેટલી પાતળી હશે, તેની સમસ્યા એટલી જ વધુ હશે. આવું એટલે કારણ કે પેલ્વિક આગળની તરફ નમી જાય છે જે કમરના દુખાવાનું મુખ્ય કારણ બને છે.
પેલ્વિક પોલાણમાં અનેક અંગ હોય છે અને જ્યારે તે એક વખત નમી જાય છે તો પેટના અંદરના તમામ અંગ અને માળખાઓ પેલ્વિકના આગળના ભાગ સાથે અથડાય છે, જેનાથી ગર્ભધારણની શક્યતાઓ ઓછી થઈ જાય છે. તેના કારણે ગેસ્ટ્રિક સિસ્ટમ ધીમી પડી જાય છે.
માસિક ચક્ર સંબંધી સમસ્યાઓ થઈ જાય છે અને છેલ્લે વંધ્યત્વની સમસ્યા પણ થઈ શકે છે. જો તમને કમરના નીચલા ભાગમાં દુખાવો થઈ રહ્યો હોય તો તેની પાછળનું કારણ તમારી હાઇ હીલ્સ હોય શકે છે. જ્યારે તમારા પગના બોલ્સ પર વધુ વજન આવે છે તો તેના કારણે પેલ્વિક આગળની તરફ સ્લિપ થઈ જાય છે.
જેને ઠીક કરવા માટે તમે પાછળની તરફ નમો છો ત્યારે કમરની નીચેના ભાગમાં આર્ક વધી જાય છે જે લંબર સ્પાઇન પર દબાણ નાખે છે અને કમરની નીચેના ભાગમાં દુખાવો થવા લાગે છે. કમરની નીચેના ભાગમાં દુખાવો ઘટાડવા માટે તમે યોગાસન કરી શકો છો.
હાઇ હીલ્સ પહેરવાના કારણે ઘૂંટણના સાંધામાં બળ પડે છે, જેના કારણે મહિલાઓને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની સમસ્યા થવા લાગે છે. મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની સમસ્યા વધુ થતી હોય છે.હીલ્સ પહેરવાથી તમારા પગ પર દબાણ વધી જાય છે. તેમજ શરીરના ઉપરનો ભાગ બેલેન્સ બનાવવાના પ્રયાસ કરે છે.
ઘણી વખત આ બેલેન્સ બનાવવાના ચક્કરમાં તમે વિચિત્ર રીતે ઊભા રહેવા લાગો છો.હાઇ હીલ્સ પહેરવાથી તમારા પગ પાતળા અને લાંબા દેખાય છે. સેન્ડલનો આકાર પગને યોગ્ય શેપ આપવામાં મદદ કરે છે. પરંતુ તેના કારણે અસહજ મહેસુસ થાય છે. પગ પર દબાણ પડવાથી બ્લડ વેસલ્સમાં બાધા ઉત્પન્ન થવા લાગે છે. જેના કારણે રક્તવાહિનીઓ બ્રેક થઈ શકે છે.