વિષ્ણુનો સાતમો અવતાર ભગવાન શ્રી રામના જીવનથી જોડાયેલા ઘણા કિસ્સા છે. એમાંથી એક કિસ્સો એવો છે જેને તમે લગભગ જ જાણતા હશો. આ કિસ્સો જોડાયેલો છે
ભગવાન શ્રી રામ દ્વારા સુગરીના ભાઈ બાલીનું કપટથી વધ કરવા સાથે જોડાયેલું છે. એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન શ્રી રામે સુગ્રીવને જીતાડવા માટે વાલીનું છળ કપટ કરીને વધ કર્યો હતો
જેનો બદલો વાલીએ એમના કૃષ્ણ અવતાર માં શિકારી બનીને સુતેલા ભગવાન શ્રી કૃષ્ણના પગ માં તીર ચલાવીને લીધો હતો. આ કથા ખુહ્બ્જ પ્રચલિત છે અને દરેક લોકો આ કથા જાણતાજ હશે.
દેવરાજ ઇન્દ્રના પુત્ર અને કિષ્કિંધાના રાજા બાલી ની એક ખાસ વાત એ હતી કે બાલી જેની સાથે પણ લડતા હતા, તેની સાથે લડવા વાળો કેટલો પણ શક્તિશાળી હોય એની અડધી શક્તિ બાલીમાં સમાય જતી હતી.
અને લડવા વાળો નબળો થઈને માર્યો જતો હતો. બાલીએ સુગરીની પત્ની અને સંપન્તી હડપીને એને રાજ્યથી બહાર કાઢી મુક્યા હતા. આ કારણ હતું કે પ્રભુ શ્રી રામ એ સુગરી ને એમના મોટા ભાઈ બાલી સાથે યુદ્ધ કરવાનું કહ્યું
અને આ દરમિયાન શ્રીરામ એ છુપાઈને બાલી પર તીર ચલાવી દીધું અને તે મરી ગયો. અને જયારે ભગવાન શ્રી રામે આ રીતે બાલીને માર્યો એ ખબર પડી
ત્યારે ભગવાન શ્રી રામને એ શ્રાપ મળ્યો કે એમનું મૃત્યુ પણ આવી રીતે છળ કપટ થી જ થશે, અને એજ કારણ થી ભગવાન શ્રી રામનું કૃષ્ણ અવતાર દરમિયાન બાલી ના હાથે છુપી રીતે મૃત્યુ થયું હતું.