આપણો દેશ ખુબ જ ધાર્મિક દેશ છે અહી અલગ અલગ પ્રકારની જાતિઓના લોકો રહે છે અને બધા લોકો પોત પોતાના ધર્મ મુજબ પોત પોતાના દેવતાઓની પૂજા કરે છે. સામાન્ય રીતે તો જયારે પણ આપણે મંદિરમાં ભગવાનની પૂજા કરવા જઈએ છીએ, ત્યારે આપણે આપણી સાથે ભેટ સ્વરૂપે ભગવાન માટે સોના ચાંદી વગેરે લઇ જઈએ છીએ, અને ભગવાનના ચરણ માં અર્પણ કરીએ છીએ. ઘણા લોકો માનતા પણ માંગે છે જયારે મંદિરમાંથી નીકળીએ છીએ ત્યારે લગભગ પ્રસાદના રૂપમાં મિશ્રી, માખણ, લાડુ, નારીયેલ અથવા કોઈ ખાવાની વસ્તુ મળે છે પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં ભક્તજનોને પ્રસાદના રૂપમાં સોના ચાંદીના આભુષણ આપવામાં આવે છે.
મધ્યપ્રદેશના રતલામ વિસ્તારમાં એક એવું મંદિર છે જ્યાં પ્રસાદના રૂપમાં ભક્તોને સોના, ચાંદીના આભુષણ અને જવેલરી આપવામાં આવે છે. આ મંદિરની અંદર આખું વર્ષ લોકોની ખુબ જ ભીડ રહે છે. આ મંદિરના દર્શન કરવા માટે દુર દુરથી લોકો આવે છે અને અહી પોત પોતાની ભક્તિ ભાવથી માતાના ચરણોમાં ભેટ અર્પિત કરે છે. પરંતુ વર્ષના અમુક દિવસ માટે આ મંદિરમાં કુબેરનો દરબાર લાગે છે.
અહી આવીને ભક્તો લાખો કરોડો રૂપિયાની જવેલરી અર્પિત કરે છે. ખાસ કરીને દિવાળીના સમય પર અથવા ધનતેરસના દિવસે માતાનો દરબાર સોના ચાંદી અને નોટોની માળાથી સજાવેલુ નજર આવે છે. આ સમય દરમિયાન જે પણ ભક્તો અહી પર માતા ના દર્શન કરવા માટે આવે છે એ ક્યારેય પણ ખાલી હાથે નથી જતા.
મહાલક્ષ્મીજી ના આ મંદિરની પરંપરા ખુબ જ જૂની છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ મંદિરમાં લોકો દુર દુરથી માતાના દર્શન કરવા માટે આવે છે અને એમને ભેટ અર્પિત કરે છે અને ખાસ વાત એ છે કે જયારે કોઈ માતાના દર્શન કરીને પછી પાછા જાય છે ત્યારે એમને પ્રસાદના રૂપમાં સોના ચાંદીના પ્રસાદ આપવામાં આવે છે.
અહી દર્શન પર જતા ભક્તોના ચઢાવવામાં આવેલા રૂપિયા અને સોના ચાંદી પ્રસાદના રૂપમાં વહેચી દેવામાં આવે છે. એટલા માટે અહી ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે. દુર દુરથી લોકો અહી દર્શન કરવા માટે આવે છે. અહી પ્રસાદના રૂપમાં મળતા સોના ચાંદીને લોકો ખુબ જ શુભ માને છે અને એને વેચતા કે ખર્ચ કરતા નથી. હજારો વર્ષ જુના આ મંદિરમાં ચઢાવવાનો પૂરો હિસાબ રાખવામાં આવે છે જેથી બધા ભક્તોને એના પૈસા પાછા મળી શકે. સુરક્ષા માટે અહી સીસીટીવી કેમેરા ની સાથે પોલીસ પણ ચોકીદારી કરે છે.