સંધ્યાવદન, યોગ, ધ્યાન, તંત્ર, જ્ઞાન, કર્મ, ઉપરાંત ભક્તિ પણ મુક્તિનો એક માર્ગ છે. ભક્તિ પણ ઘણા પ્રકાર્બની હોય છે. તેમાં શ્રાવણ, ભજન, જપ, અર્ચના, વંદના, પૂજા આરતી, પ્રાર્થના, સત્સંગ વગેરે ણો સમાવેશ થાય છે. તેણે નવધા ભક્તિ પણ કહેવાય છે. આજે અમે જણાવીશું ગીતા માં જણાવ્યું છે ચાર પ્રકારના ભક્તો વિશે.
નવધા ભક્તિ શું છે?
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।
अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥
ચાર પ્રકારના ભક્ત :-
ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે-
चतुर्विधा भजन्ते मां जना: सुकृतिनोऽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ।। (७।१६)
અર્થાત : હે અર્જુન, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની- આ ચાર પ્રકારના ભક્તો મારું ભજન કરે છે. તેમાંથી સૌથી નીચેની કક્ષાના ભક્તો અર્થાર્થી છે. તેનાથી શ્રેષ્ઠ આર્ત, પછી જિજ્ઞાસુ અને તેનાથી પણ શ્રેષ્ઠ જ્ઞાની છે.
૧. આર્ત ભક્ત એ છે જે શારીરિક કષ્ટ આવવાથી અથવા ધન વૈભવ નષ્ટ થઇ જવાથી પોતાનું દુખ દુર કરવા ભગવાનને યાદ કરે છે.
૨. જિજ્ઞાસુ ભક્ત પોતાના શરીરના પોષણ માટે નહિ પરંતુ ભગવાનને જણવા માટે અને તેને પામવા માટે તેનું ભજન કરે છે.
૩. અર્થાર્થી :- આ ભક્ત એ છે જે ભોગ, એશ્વર્ય અને સુખ પ્રાપ્ત કરવા માટે ભગવાનનું ભજન કરે છે.
૪. જ્ઞાની ભક્ત હંમેશા નિષ્કામ હોય છે. જ્ઞાની ભક્ત હંમેશા ભગવાનને છોડી ને બીજું કઈ જ નથી ઈચ્છતા તેથી ભગવાને જ્ઞાનીને પોતાના આત્મા કહ્યા છે. જ્ઞાની ભક્ત ના યોગક્ષેમ નું વહન ભગવાન સ્વયં કરે છે.
આમાંથી ક્યાં ભક્ત છે સંસાર માં સર્વ શ્રેષ્ઠ?
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः।।17।।
અર્થાત : આમાંથી જે પરમ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં લાગેલા રહે છે તે સર્વ શ્રેષ્ઠ છે, કારણ કે હું તેણે અત્યંત પ્રિય છું અને તેઓ મને પ્રિય છે. આ ચાર વર્ગો માંથી જે ભક્ત જ્ઞાની છે અને સાથે ભક્તિમાં લીન રહે છે તે જ સર્વ શ્રેષ્ઠ છે.