ભગવાન ની પ્રાથના તેમજ પૂજા તો મોટેભાગે બધા કરતા હોય છે. દરેક ઘરમાં પૂજા અર્ચના થતી જ હોય છે. પણ શું બધાની ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે, શું બધા ને કરેલ પૂજા નુ પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. તો આનો જવાબ મોટેભાગે ના આવશે જેના લીધે જ કોઈ ગરીબ હોય છે તો કોઈ અમીર, કોઈ પૈસાદાર હોય તો કોઈ પૈસા વગરનો તેમજ માથે દેણું કરેલો. આવું થવાનું કારણ શું હશે પૂજા તો બન્ને કરે છે પછી આવો ભેદભાવ શુકામે.
તો આનો જવાબ એ છે કે પૂજા તો આપળે કરી પરંતુ તેને સ્વીકારવામાં આવી કે નઈ તે કેમ નક્કી કરી શકાય. આપળે જયારે પણ ભગવાન પાસે પૂજા કરતા હોઈએ ત્યારે આપળે આપડી ઈચ્છા તેમને દર્શાવતા હોઈએ છીએ પરંતુ તેને જોઈ તેવું ફળ આપળે ને નથી મળતું એટલે આપળે કુદરત ને દોષિત ગણીએ છીએ પરંતુ હકીકતે આવું નથી ભગવાન તેમાં દોષિત નથી.
દોષી તો આપળે છીએ કે જે અમુક ભૂલો ને લીધે ભગવાન ના આશિષ થી વંચિત રહી જાય છે. તો આજ ના આર્ટીકલ માં આપળે એક જાણશું કે આપળી કઈ-કઈ ભૂલો છે તેમજ પૂજા કરવાનો ઉચિત સમય કયો છે. તો ચાલો વાત કરીએ આ વિશે. ભગવાન બધા ની પૂજા સ્વીકારતા જ હોય છે પરંતુ અમુક સમય એવો હોય છે કે જયારે પૂજા સ્વીકારવામાં નથી આવતી અને જેને આપળે કાલ ચોઘડિયા તરીકે ઓળખીએ છીએ.
ઘણા બધા જ્યોતિષો તેમજ મહાન વેદ વક્તા પંડિતો ના જણાવ્યા મુજબ ૨૪ કલાક મા દિવસ દરમિયાન રાહુકાલ અને કેતુકાલ એવા બે કાલ છે કે જયારે પૂજા ના કરવી જોઈએ. તેમજ અઠવાડિયામાં તેવો પોતાની ગતિ પણ બદલાવતા હોવાથી તેમની સમય પણ ફરે છે.
એવી પણ માન્યતા છે કે આ કાલ ચાલતો હોય ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ ને પણ નો મળવું જોઈએ તેની વિપરીત અસર પડી શકે છે. આ બન્ને ગ્રહ પૃથ્વી વાસીઓ સાથે વધારે સંકળાયેલા છે જેથી કરીને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પછી પૂજા-અર્ચના ના કરવી જોઈએ.
આ બન્ને સારું પણ કરી શકે અને ખરાબ પણ તેમજ જો આ બન્ને પ્રસન્ન થઇ જાય તો કોઈ પણ ઈચ્છા ની પૂર્તિ કરી શકાય છે. તેમના સમયગાળા માં તેઓ એવું ઈચ્છતા હોય કે તેમની પૂજા કરવામાં આવે બીજા કોઈ પણ દેવી-દેવતાઓ ની નહિ જેથી કરીને તે અડચણો ઉભી કરી આપળી મનોકામના ભગવાન સુધી નથી પોહચવા દેતા.
જો તમે તમારી દરેક ઇચ્છાઓ પૂરી કરવા માગો છો તો અને તમારા જીવન મા ઘણું ધન અને યશ કીર્તિ તેમજ આનંદ ઈચ્છો છો તો રાહુકાળ દરમિયાન તેનો મંત્ર અને કેતુકાળ દરમિયાન કેતુ મંત્ર નો ઓછા માં ઓછું ૧૦૮ વખત જાપ કરવો જોઈએ. જો જાપ તમને ના ફાવે તો માત્ર હનુમાનજી ના શક્તિશાળી બીજમંત્ર નો જાપ પણ કરી શકો છો. હનુમાનજી ના મંત્ર થી સવ કોઈ પ્રસન્ન પણ થાય છે સાથોસાથ તે શાંત પણ થાય છે.
આમાં ખાલી જાપ કરવાની વાત છે બીજા કોઈ પણ જાતના ક્રિયાકાંડો કે વિશેષ પૂજા નથી કરવાની થતી. તેમજ આ મંત્ર ને તમે યાદ કરી ગમે ત્યારે તેનું માનસિક જાપ થી પઠન કરી શકો છો. માનસિક જાપ કરતા સમયે તમારા હોઠ હલવા ન જોઈએ માત્રને માત્ર આ જાપ મન માં જ કરવાનો હોય છે અને જો હોઠ હલાવી ને ધીરે-ધીરે જાપ કરવા ઈચ્છો છો તો તમારે બુટ કે ચપ્પલ ઉતારીને ત્યારબાદ જાપ કરી શકો છો.
તો દોસ્તો આશા રાખું છું કે હવે થી આ જણાવેલ ભૂલો ને ફરી પાછી ઉપયોગ મા નહિ લેવાય તેમજ આ કાલ દરમિયાન રાહુકાળ મા રાહુ મંત્ર જાપ અને કેતુકાળ મા કેતુ મંત્ર નો જાપ કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે. તેમજ આ બન્ને ના આવડે તો હનુમાન જઈ ના મંત્ર નો જાપ ૧૦૮ વખત પણ કરી શકો છો.