ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે રાખો આ એક વસ્તુ, ઘર રહેશે પવિત્ર 

હિંદુ ધર્મ માં અમુક માન્યતાઓ એવી છે કે જેને સદીઓ થી લોકો માનતા આવી રહ્યા છે. લોકો નો વિશ્વાસ છે કે એવું કરવાથી ઘર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઘર પરિવાર ની ઈજ્જત વધે છે. આજે પણ લોકો એનું પાલન કરે છે અને એમના ઘર માં અમુક ખાસ વસ્તુ જરૂર રાખે છે.

જો તમે પણ ઘર ને પવિત્ર રાખવા માંગતા હોય અને સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો આ વસ્તુ જરૂર રાખવી. જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ કે આ વસ્તુ કઈ કઈ છે જે ઘર માં રાખવા થી ઘર ની સુખ શાંતિ માં વધારો થાય છે. આપની આજુ બાજુ ના વાતાવરણ માં હંમેશા એક ઉર્જાનો પ્રવાહ હોય છે.

આ પ્રવાહ આપણા જીવનમાં સીધી રીતે પ્રભાવ પાડે છે. પરંતુ જો એ ઉર્જાનો પ્રભાવ સકારાત્મક હોવાના બદલે નકારાત્મક હોય તો ઘરમાં રહેતા લોકો ના મન પર ખરાબ અસર પડે છે. જેમ કે પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય વગેરે જેવી સમસ્યા થાય છે. અને જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્ર માં એવા જ કેટલાક ઉપાયો જાણવામાં આવેલ છે જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો. તેના માટે તમારે કઈ પણ ખરીદવાની કે ખર્ચ કરવાની જરૂરિયાત નથી પરંતુ ઘરના ઇન્ટીરીયર અને કેટલાક સામાન ને સાચી દિશા માં અને યોગ્ય જગ્યા એ રાખીને વાસ્તુ દોષ થી છુટકારો મેળવી શકાય છે.

આપણે આખા ઘરના ઇન્ટીરીયર ને વાસ્તુ અનુસાર સજાવવું તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાથરૂમમાં જો પાણી ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી નો હંમેશા વાસ રહે છે.

ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબજ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશા ના સબંધ પારિવારિક સબંધો સાથે જોડાયેલ માનવામાં આવે છે.

આ દિશામાં આખા પરિવારનો ફોટો લગાવવા થી સબંધો માં મધુરતા આવે છે. કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવાર નો ફોટો લગાવવાથી ક્યારેય પણ જુદા થવાની નોબત નથી આવતી. ઘર બનાવતા સમયે દરેક લોકો ની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાથરૂમ શાનદાર હોય.

એ જ કારણ થી લોકો બાથરૂમ બનાવતા સમયે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે બાથરૂમમાં પણ વસ્તુ દોષ હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે હા એવું પણ હોય છે. કેટલીક ભૂલો ના કારણે બાથરૂમમાં દોષ આવી જાય છે, જેના કારણે ઘર માં નકારાત્મક ઉર્જા નો પ્રવાહ થવા લાગે છે.

સૌથી પહેલી વાત એ છે કે બાથરૂમના દરવાજાની બિલકુલ સામે જ ક્યારેય પણ અરીસો ન લગાવવો. તેમજ ક્યારેય પણ બાથરૂમમાં એક થી વધારે અરીસા ન રાખવા જોઈએ. બાથરૂમ ને હંમેશા સાફ રાખવું જોઈએ. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. અને બાથરૂમમાં રાખેલ ડોલ હંમેશા પાણી થી ભરેલી રાખવી શુભ માનવામાં આવે છે.

ફેંગશુઈ માં ત્રણ પગ વાળો દેડકો ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને પોતાના ઘરના મુખ્ય દરવાજાની આસપાસ રાખવો જોઈએ. તેને રસોડા કે શોચાલય ની આસપાસ ન રાખવો જોઈએ. પુસ્તકો ને ક્યારેય પણ ખુલ્લા કબાટ માં ન રાખવા જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer