નવરાત્રિમાં મા ભવાનીની પૂજા હંમેશા નિયમો સાથે કરવાનું માનવામાં આવ્યું છે. નવરાત્રિમાં માતાની પૂજા કરતી સમયે કેટલીક નાની વાતોનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહે છે. જો 9 દિવસની પૂજામાં કોઈ ભૂલ થશે તો તેનું ફળ સરળતાથી મળશે નહીં. નવરાત્રિની પૂજામાં જાણો કયા કામ કરવા અને કયા કામ ટાળવા.
રાખો આ વાતોનું ધ્યાન :
૧. નવરાત્રિની પૂજા કરતી સમયે વિશેષ ધ્યાન આપવાની જરૂર રહે છે. ધ્યાન રાખો કે આ 9 દિવસોમાં માતારાણીને પૂજામાં લાલ રંગના ફૂલ અવશ્ય પધરાવો.
૨. માતાજીને લાલ રંગના વસ્ત્રો પહેરાવો અને લાલ રંગના પરિધાન પોતે પણ ધારણ કરો.
૩. માતાને નિયમિત રૂપે ભોગ ધરાવો અને ઘરની દરેક વ્યક્તિને પ્રસાદ આપો. આ સિવાય જમવામાં સિંધવ મીઠાનો પ્રયોગ કરો.
૪. માને લાલ રંગ પ્રિય છે તો તેમના આસન અને વસ્ત્રનો કલર લાલ રાખો. આ સિવાય દરેક દિવસે માતાને માટે અલગ અલગ રંગ છે, તમે ઈચ્છો છો તો માતાને દિવસ અનુસાર અલગ અલગ રંગના વસ્ત્રો પહેરાવી શકો છો.
૫. 9 દિવસ સુધી મંદિરમાં કે ઘરમાં દીવો અચૂક કરો. સાથે દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાના પાઠ કરો.
૬. નવરાત્રિ સમયે ધ્યાન રાખો કે ઘરેથી કોઈ મહેમાન ભૂખ્યું ન જાય. સાથે કોઈ કન્યા તમારા ઘરે આવી હોય તો તેને ખાલી હાથ પાછી ન મોકલો.
૭. માતાની પૂજા જમીન પર બેસીને ક્યારેય ન કરો. પહેલાં આસન બિછાવો અને તેની પર બેસીને જ માતાની પૂજા કરો.
૮. નવરાત્રિમાં માતાની પૂજા કરતી સમયે ધ્યાન રાખો કે ભોગમાં અનાજ ન હોય. આ સિવાય પરિણિત વ્યક્તિઓ વ્રત કરે છે તો બ્રહ્મ ચર્યનું પાલન કરો. રંગોનું આ 9 દિવસમાં વિશેષ મહત્વ છે. માતાના પરિધાનમાં રંગોને મહત્વ આપો.
૯. નવરાત્રિમાં માતાના મંદિરમાં અનાજનો ભોગ ન ધરો. સાથે જ લસણ- ડુંગળીનો પ્રયોગ પણ ન કરો. વ્રત સમયે લીંબુ કાપવાનું પણ ટાળો.
૧૦. નવરાત્રિમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. શારિરીક સંબંધ ન બનાવો. નવરાત્રિમાં કાતરનો ઉપયોગ ટાળો અને સાથે જ પુરુષો શેવિંગ કરાવવાનું પણ ટાળો.આ સિવાય મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા અર્ચના પણ ન કરો.