નવરાત્રિનાં આ પાવનકારી દિવસોમાં અંતરનાં ઉંડાણમાંથી પ્રાર્થના કરવામાં આવે છે. હે મા ! તમે મારા હૃદયમાં ચૈતન્યરૂપે વસો.મારા કર્મોને સાચી દિશામાં વાળો. હે મા ! તમેતો મંગલમય, કલ્યાણમય અને પૂજનીય છો. તમારા આશીર્વાદ અને કૃપા સર્વ પર ઉતરો.
શારદીય નવરાત્રિમાં આદ્યશક્તિનાં મુખ્ય ત્રણ સ્વરૂપો, અનુક્રમે મા સરસ્વતી, શ્રી લક્ષ્મીજી અને મા કાલિકાની પૂજા-આરાધના કરવામાં આવે છે. વેદોએ પણ શક્તિની ઉપાસનાનો મહિમા ગાયો છે. મહર્ષિ વ્યાસે પાંડવો માટે કહ્યું કે, જો તેમણે ધર્મની અધર્મ સામે રક્ષા કરવી હશે તો શક્તિની ઉપાસના કરવી પડશે. મા જગદંબાની ઉપાસના શુધ્ધ સંપત્તિ અને સમૃધ્ધિને આકર્ષે છે. જે માઈ ભક્તો ભાવ શ્રદ્ધા સાથે પૂજા-પાઠ કરે છે. તેમનાં જીવનમાં જરૂર સકારાત્મક પરિણામ આવે છે.
નવરાત્રિમા જગદંબાની આરાધનાને પરમ શક્તિ કહી છે. તો કેન ઉપનિષદ મા ઉમા સ્વરૂપનાં શક્તિ- સાધનાનું વર્ણન જોવા મળે છે. દેવી જગદંબા, પરમેશ્વરની સાક્ષાત યોગ માયા છે. અને પૂર્ણ યોગ- ઐશ્વર્યથી સંપન્ન છે. એટલે જ શ્રી શંકરાચાર્યે’ સૌન્દર્ય લહરી’ મા ની શક્તિની સ્તુતિ ગાઈ છે.
‘ શિવ: શકત્યા યુક્તો યદિ ભવતિ શક્ત: પ્રભવિતું ।
ન યૈદેવં દેવો ન ખલુ કુશલ: સ્પન્દિતુ મપિ ।।’
અખિલ જગત જનની મા અંબા એક પરમચેતના અને શક્તિનો અવતાર છે. આ જગતમાં જીવો માત્રની ઉત્તપત્તિ નારીરૂપથી થઈ છે. તેથી માતૃશક્તિનો મહિમા બહુ મોટો છે. અને આસોમાસની મહત્ત્વની શારદીય નવરાત્રિ એટલે દુર્ગામાની શક્તિ અને આરાધનાનું પાવન પર્વ. અંબામાંની શક્તિ અને આરાધનાનાં આ પાવન પર્વમાં, સરસ્વતી દેવી, લક્ષ્મીદેવી, કાલીમા,ના સ્વરૂપે પૂજાય છે.
શ્રી દુર્ગા સપ્તશતીનાં ‘દેવી સુક્ત’ અધ્યાયમાં વિભિન્ન રૂપોન ઉલ્લેખ જોવા મળે છે. આમાં મા ના નવ સ્વરૂપોનો મહિમા વર્ણવ્યો છે. જેવા કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કૂષ્માન્ડા, સ્કન્ધમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી તથા સિદ્ધદાત્રી- ‘માકેંન્ડ પુરાણ’માં વર્ણવેલા દૈવી મહાત્મ્ય, સપ્તસતિ, અર્થાત ચંડી પાઠ જે દેવી ભક્તિના મહત્વનાં અંશો મનાયા છે. આમાં મા અંબાને મહિષાસુર મર્દિની કહ્યા છે.
મા અંબાદેવી
સ્વભાવે જેટલા મૃદુલ છે, એટલા જ
કઠોર છે, જેટલું તે
સર્જન કરી શકે છે, એટલો જરૂર
પડે સંહાર પણ કરી શકે છે. દેવો પણ માની સ્તુતિ કરતાં કહે છે,’ હે મા અંબા ! તારા સ્મરણ માત્રથી જ
સર્વે પ્રાણીઓમાંનો ભય દૂર થાય છે. માઈ ભક્તો તારા પૂજન- અર્ચનથી તેમને કલ્યાણકારી
શુદ્ધ બુધ્ધિ પ્રાપ્ત થાય છે.
સૌ ભાવિકો
પર કૃપા વરસાવા તારું હૃદય હંમેશાં તત્પર રહે છે. શિવાજી મહારાજ મા ભવાનીનાં અનન્ય
ભક્ત હતા. ઇતિહાસ કહે છે, મા એ
તેમને શક્તિની અનુભૂતિ કરાવેલી જે એક તલવારમાં પ્રગટેલી. તેમના વડે શિવાજી મહારાજે
શત્રુઓનો નાશ કરી, સ્વ- સુ- રાજ્યની
સ્થાપના કરેલી.
નવરાત્રિનાં આ પાવનકારી દિવસોમાં અંતરનાં ઉંડાણમાંથી પ્રાર્થના કરવામાં આવે છે. હે મા ! તમે મારા હૃદયમાં ચૈતન્યરૂપે વસો.મારા કર્મોને સાચી દિશામાં વાળો. હે મા ! તમેતો મંગલમય, કલ્યાણમય અને પૂજનીય છો. તમારા આશીર્વાદ અને કૃપા સર્વ પર ઉતરો.