અહી આવેલા મંદિરમાં પુરુષ પંડિત નહિ પરંતુ મહિલા પંડિત કરે છે પૂજા, મંદિરનું છે ખુબ મહત્વ

અહલ્યાના મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે આ મંદિર તે જ છે, જ્યાં ભગવાન રામએ અહલ્યાનું ઉદ્વાર કર્યું હતું. ક્યાં છે આ મંદિર: દરભંગાના કમતોલ સ્થિત અહલ્યા સ્થાનમાં રામનવમીના દિવસે અનોખી પરંપરા જોવામાં આવે છે.

અહિયાં શ્રદ્ધાળુ સવારથી રીંગણાનો ભાર લઈને મંદિરમાં પહોંચે છે. જ્યાં રામ અને અહલ્યાના ચરણોમાં રીંગણના ભારને ચડાવે છે. કેમ પ્રસિદ્ધ છે મંદિર: લોકો નું માનવું છે કે જે પ્રકારે ગૌતમ ઋષિ ના શ્રાપ થી પત્થર બની અહલ્યા નો ઉદ્વાર જનકપુર જવાના ક્રમ માં ત્રેતા યુગ માં રામજી એ પોતાના ચરણ થી કર્યું હતું

અને એના સ્પર્શથી પત્થર બની અહલ્યા માં જીવ આવી ગયો હતો.  એની જેમ જે વ્યક્તિ ના શરીર માં આળસ હોય છે, તે રામનવમી ના દિવસે ગૌતમ અને અહલ્યા સ્થાન કુંડ માં સ્નાન કરી

પોતાના ખંભા પર રીંગણ નો ભાર લઈને મંદિર આવે છે અને રીંગણ નો ભાર ચડાવે છે તો એને અહિલા રોગ થી મુક્તિ મળે છે. અહિલા માણસ ના શરીર ના કોઈ પણ બહાર ના હિસ્સા માં થઇ જાય છે,

જે જોવામાં મસા જેવું લાગે છે, મહિલા પંડિત કરાવે છે પૂજા: આજે પણ જ્યાં ભગવાન રામ એ અહલ્યા નું ઉદ્વાર કર્યો હતો, એની પેઢી અવસ્થિત છે અને ત્યાં પુરુષ પંડિત ની જગ્યા એ મહિલા જ પૂજા કરાવે છે.

આ સ્થળ પર ભારત ના અલગ અલગ હિસ્સા ની સાથે સાથે પાડોશી દેશ નેપાળ થી હજારો શ્રદ્ધાળુ પહોંચે છે અને પૂજા-અર્ચના કરે છે. આ પરંપરા સદીઓ થી ચાલી આવી રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer