આમ આદમી પાર્ટી માં ભળ્યા બે નવા મોટા ચહેરા, એક ખુબ મોટા લોકગાયક તો બીજા મેળવી ચુક્યા છે સ્માર્ટ વિલેજ માટે એવોર્ડ

ગુજરાત ની રાજનીતિમાં 2013 માં પગલું ભરનાર આમ આદમી પાર્ટી જેણે અરવિંદ કેજરીવાલ ના નામ અને ચહેરા ને આગળ કરી દિલ્હીમાં તો ત્રણ વાર સરકાર બનાવી પણ દિલ્હી ની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ઉભું કરી શકી નથી. એવામાં 7 વર્ષ બાદ આમ આદમી પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થવાના પ્રયાસ માં જોવા મળી રહી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવીના જોડાઈ જવાથી રાજકીય માહોલ બદલાઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ પણ તેમના ટ્વીટર પર પેજ પર આપ ગુજરાત- મિશન 2022 રાંખ્યું છે. જો કે વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ ઘણી વાર છે પરંતુ તે પહેલાં આપ દ્વારા મિશન 2022ની જાહેરાત કરી દેવાય છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈટાલિયા અને પૂર્વ તંત્રી ઈસુદાનની જોડી જાણીતા ચહેરાઓને આપમાં જોડી રહી છે.

આ અનુસંધાનમાં છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક યુવાનોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.રાજકીય સુવિધાઓ દ્વારા પક્ષના પલ્ટો અને પક્ષમાં જોડાણ સિલિસોલો પણ શરૂ થયો. આ રાજકીય ગરમાવા વચ્ચે જાનીતા પત્રકાર ઇસુદાન ગઢવીઆઆદમી પાર્ટી સાથે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં આજે ઈટાલિયા-ઈસુદાનની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા પણ જોડાઈ ગયા છે.

વિજય સુવાળા ગુજરાતમાં લોકપ્રિય છે. તેમના ગીતો, ભજનો જાણીતા છે.. તેઓ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પકડ ધરાવે છે.સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા હોવાથી તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે તેમના જોડાવાથી ઘણા લોકો આપ તરફ ધ્યાન આપી શકે છે.

તેમજ ઈટાલિયા અને ઈસુદાનની હાજરીમાં ખેડા જિલ્લાના વસો તાલુકાના હાલાલા ગામના પૂર્વ સરપંચ અને સર્વ સમાજ સેનાના અધ્યક્ષ મહિપતસિંહ એ પણ આપને ટેકો જાહેર કર્યો છે. તેઓ વર્ષ 2009-2016 સુધી કલકત્તામાં મેજનેર હતા અને વર્ષ 2016માં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવીને જીત્યા હતા. તેમણે બે વર્ષમાં જ પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય આગળ કઈ પાર્ટીમાં હશે તે નહીં ખબર અને ભાજપના ધારાસભ્ય કઈ પાર્ટીમાં હશે તેની પણ કોઈને ખબર નહીં બંને સાથે મળી ને કામ કરી રહ્યા છે અને એના કારણે ગુજરાતમાં પ્રજાનું કોઈ કામ થઈ રહ્યું નથી. જેથી આમ આદમી પાર્ટી વગર કોઈ ગઠબંધનના ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડશે અને 70 ટકા ટીકીટ એવા યુવકોને આપવામાં આવશે જે પક્ષ અને વિપક્ષની કામગીરીથી હેરાન છે.

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો, એ પછી ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ અને રાજકારણ ગરમાયું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer