આ લકઝરી રિસોર્ટમાં અભિષેક અને ઐશ્વર્યા મનાવશે દીકરી આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ, ફક્ત એક રાતનું ભાડું જાણીને ઉડી જશે હોશ…

શોખ ખરેખર બહુ મોટી વસ્તુ છે. આ વાતની હકીકતને અપનાવી છે બોલિવુડની જાણીતી જોડી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે. એ એમની દીકરી આરાધ્યા બચ્ચનના 10માં જન્મદિવસ મનાવવામાટે માલદીવ પહોંચ્યા છે. આ કપલે પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રિસોર્ટના ફોટા પોસ્ટ કર્યા છે.

તમને જણાવી દઈએ કે આ એક આલિશાન રિસોર્ટ છે જેમાં ફક્ત એક રાત રોકાવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એમાં રીફ વોટર પુલ વીલા, સનસેટ વોટર પુલ વીલા, લેગુન વોટર પુલ વીલા અને મલ્ટી બેડરૂમ નિવાસ સહિત ઘણી લકઝરી વસ્તુઓ સામેલ છે. ।

એક રિપોર્ટ અનુસાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન એમની દીકરીનો જન્મદિવસ ખાસ બનાવવા માટે આ આલિશાન રિસોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં પ્રાઇવેટ બીચથી લઈને લકઝરી વીલા છે. અહીંયા તમામ સુખ સુવિધાઓ રહેલી છે.

રિસોર્ટની વેબસાઈટ અનુસાર અહિયાના સૌથી સસ્તા વિલાની કિંમત લગભગ 76,000 રૂપિયા પ્રતિ રાત છે જ્યારે સૌથી મોટા વીલા જેમાં લગભગ 20 લોકો રહી શકે છે એની કિંમત 10.33 લાખ પ્રતિ રાત છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તરફથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં સ્વિમિંગ પુલ અને એક પ્રાઇવેટ બીચ દેખાઈ રહ્યો છે. અહીંયા અમુક નારિયેળીના વૃક્ષ પણ દેખાઈ રહ્યા છે જે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચને રિસોર્ટનો ફોટો શેર કરીને સાથે કેપ્સનમાં લખ્યું છે કે સૂરજ…હવા અને સ્વર્ગ…અહીંયા જ છે. એ દરમિયાન અભિષેની પોસ્ટમાં સમુદ્રનો નઝારો દેખાઈ રહ્યો છે. સમુદ્ર તટ પર મૂકેલ ફર્નિચરનો એક સેટ પણ દેખાઈ રહ્યો છે.

એમને આ ફોટો શેર કરીને સાથે કેપ્સનમાં લખ્યું છે કે જાગવા માટે આ દ્રશ્ય ખોટું નથી. એમને એક બુમરેન્ગ વિડીયો પણ શેર કર્યો જેમાં એ કિનારે ઉભા હતા જ્યારે લહેરો એમના પગને અથડાઈ રહી હતી. એમને સમુદ્રની ઉપર છવાયેલા વાદળોનો ફોટો પણ ક્લિક કર્યો. સોશિયલ મીડિયા યુઝર્સે બન્ને દ્વારા શેર કરવામાં આવેલા ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યા આ મહિનાની શરૂઆતમાં પોન્નીયમ સેલવન સ્ટારનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ પહોંચ્યા હતા. જેમાં ઐશ્વર્યા અને આરાધ્યએ ફૂલોના બનેલા મુકુટ પહેર્યા હતા જ્યારે અભિષેકે કેઝ્યુલ પહેર્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer