એ વાત તો દરેક લોકો જાણતા હશે કે હિંદુ ધર્મમાં એવા ઘણા બધા મંત્ર છે, જેનો પ્રયોગ આરતી પૂરી થાય પછી કરવામાં આવતો હોય છે. જી હા, ઘણા એવા મંત્ર છે જે આરતી પૂરી થયા પછી બોલવામાં આવતા હોય છે. આજે અમે તમને શિવજીની સ્તુતિ સાથે જોડાયેલ એક એવોજ મંત્ર જનાવીશુ. કહેવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મંત્ર સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની સ્તુતિ કરવામાં અને આ મંત્ર પણ આરતી પૂરી થાય પછી બોલવામાં આવે છે.
આ છે એ મંત્ર:-
कर्पूरगौरम करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्.
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि..
ચાલો હવે જાણીએ આ મંત્ર નો અર્થ, કહેવાય છે કે આ મંત્ર થી શિવજીની સ્તુતિ કરવામાં આવે છે અને તેનો અર્થ આ પ્રકારે થાય છે-
कर्पूरगौरम- કપૂર સમાન ગોરા વર્ણ વાળા.
करुणावतारं- કરુણાના જે સાક્ષાત અવતાર છે.
संसारसारं- સમગ્ર સૃષ્ટિના જે સાર છે.
भुजगेंद्रहारम्- આ શબ્દનો અર્થ છે જે સાપ ને હારના રૂપમાં ધારણ કરે છે.
सदा वसतं हृदयाविन्दे भवंभावनी सहितं नमामि- આનો અર્થ થાય છે કે જે શિવ પાર્વતીણી સાથે હંમેશા મારા હૃદય માં નિવાસ કરે છે, તેને મારા નમન.
હવે જાણીએ આખા મંત્રનો પૂરો અર્થ- જે કપૂર જેવા ગૌર વર્ણ વાળા છે, કરુણાના અવતાર છે, સંસારના સર છે, અને ભુજંગો નો હર ધારણ કરે છે, તે શિવ માતા ભવાનીની સાથે મારા રદયમાં હંમેશા નિવાસ કરે છે અને એને મારા નમન છે. તમને જણાવી દઈએ કે આખરે શા માટે કરવામાં આવે છે આ મંત્ર નો જાપ- એવું માનવામાં આવે છે કે આ મંત્રનું ઉચ્ચારણ શિવ-પાર્વતી વિવાહ સમયે વિષ્ણુ દ્વારા બોલવામાં આવી હતી અને એ કારણ થી જ તેને આટલું મહત્વ આપવામાં આવે છે.