ચાલો જાણીએ શું તફાવત છે આસ્થા અને ધર્મમાં

ભારત જેવા મહાન દેશમાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણ જેવા મહા પુરુષોએ જન્મ લીધો હતો. ભારત દેશ ને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. પરંતુ કેટલાક રાજ નૈતિક કારણોના લીધે. તેમાં મતભેદ સર્જાઈ રહ્યો છે. અને જે ઘરો માં નિત્ય આ મહાપુરુષોની પૂજા કરવામાં આવે છે એ લોકો પણ રાજનૈતિક કારણો થી આસ્થા ને આઘાત પહોચાડવામાં લાગી ગયા છે. એ વાત માટે ઈતિહાસ પણ સાક્ષી છે કે જેટલા પણ આક્ર્મણકારી ભારત માં આવ્યા એ દરેકે સમાજ ના પરમ્પરાગત વિશ્વાસ ધર્મ, નૈતિક આદર્શ, વગેરે ને પરિવર્તિત કરવાની અને તેનો નાશ કરવાની કોશિશ કરી.

આસ્થા શબ્દ સંસ્કૃત ના સ્થા ધાતુ માંથી નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે રુકી જવું, અને વ્યવહાર માં આસ્થા નો અર્થ થાય છે શ્રદ્ધા, ભરોસો અથવા સહારો વગેરે થાય છે. જયારે કોઈ વ્યક્તિને કોઈ પદાર્થ સબંધી અથવા મુલ્ય પ્રત્યે અંત:કરણ માં શ્રદ્ધા સમ્માન નો ભાવ આવે છે. તો એવા ભાવ ને આસ્થા કહેવાય છે.

આસ્થા અને ધર્મ એ બંને સમાજ ના એવા આધારભૂત પહેલું છે, જેમાં સામાન્ય લોકો મનુષ્ય માનવતા ની તરફ આગળ વધી શકે છે, કહેવામાં આવે છે કે માનવતા જ મનુષ્ય જીવનનું અભીષ્ટ છે. જેની ઉપલબ્ધી આસ્તિક વિના સંભવ નથી આસ્તિકતા નો જન્મ આસ્થા થી થાય છે.

અને તેની વ્યાપતી દરેક જગ્યા એ છે, પરંતુ તેની અનુભૂતિ માટે સાધના રૂપ ધર્મ નું અસ્તિત્વ લોકો માં છે. પરંતુ મનુષ્ય લઘુ માર્ગ પર ચાલી ને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં પોતાની ભલાઈ સમજે છે. તત્કાલીન સુખ માટે ભવિષ્યની લાપરવાહી થઇ રહી છે. તેથી આપણે ભારત ના પ્રાચીન જ્ઞાન અને વિજ્ઞાન ને ફરીપ્રકાશમાં લાવવા માટે ધર્મનો આસ્થા સાથે વિકાસ કરવો પડશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer