આવી રીતે આપણા જીવનમાં પ્રભાવ પાડે છે નવગ્રહ, જાણો ક્યાં ગ્રહની કેવી અસર પડે છે….

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર દરેક માણસની કુંડળીમાં બિરાજમાન તમામ ગ્રહ તેના જીવન પર અલગ અલગ પ્રભાવ પાડે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે અને તેને માને પણ છે કે આ ગ્રહની અસર વ્યક્તિના જીવન પર વ્યાપક રીતે થાય છે.

જાતકના જીવન પર કોઈ ગ્રહની સારી દ્રષ્ટિ પડતી હોય તો તેના જીવનમાં સુખ રહે છે. પરંતુ જ્યારે કોઈ ગ્રહની કુદ્રષ્ટિ જાતક પર પડતી હોય તો તેનાથી જીવનમાં સમસ્યાઓનો કોઈ પાર રહેતો નથી.

આજે તમને આ લેખના માધ્યમથી આપણા જીવન પર અસર કરતાં ગ્રહો વિશે જાણકારી મળશે. જાતકના જીવન પર કયા ગ્રહની કેવી અસર પડે છે તે જાણકારી વાંચો અહીં. સૂર્ય : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય માન-સમ્માનનો કારક ગ્રહ છે.

સૂર્ય શુભ હોય તો વ્યક્તિને સમાજમાં પ્રસિદ્ધિ મળે છે અને જો તે અશુભ હોય તો અપમાન સહન કરવું પડે છે. ચંદ્ર : ચંદ્રનો સંબંધ વ્યક્તિના મનથી હોય છે. ચંદ્ર શુભ હોય તો વ્યક્તિ શાંત હોય છે  અને અશુભ ચંદ્ર જાતકને અશાંતિ આપે છે.

મંગળ : મંગળ ગ્રહ ધૈર્ય અને પરાક્રમનો કારક છે. શુભ મંગળ વ્યક્તિને કુશળ પ્રબંધક બનાવે છે જ્યારે અશુભ મંગળ વ્યક્તિને નબળી અને ડરપોક કરી દે છે. બુધ : આ ગ્રહ બુદ્ધિ અને બોલીનો કારક છે.

બુધ શુભ હોય તો બુદ્ધિ તેજ અને પવિત્ર હોય છે પરંતુ અશુભ બુધના કારણે મન સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે અને કોઈ સમાધાન મળતું નથી. ગુરુ : ગુરુ જાતકની ધાર્મિક ભાવનાઓને નિયંત્રિત કરે છે. આ ગ્રહ ભાગ્યનો કારક પણ છે.

ગુરુ શુભ હોય તો વ્યક્તિને ભાગ્યનો સાથ મળે છે અને અશુભ ગુરુ અસફળતા અપાવે છે. શુક્ર : શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં પ્રેમ, કલા અને સુંદરતાને પ્રભાવિત કરે છે. જો શુક્ર શુભ હોય તો વ્યક્તિને જીવનના દરેક સુખ આપે છે.

શનિ : જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ હોય તે તમામ સુખ પામે છે. આવી વ્યક્તિ શ્યામવર્ણ પણ શક્તિશાળી હોય છે. જો શનિ અશુભ હોય તો કોઈપણ કામ વ્યક્તિ માટે સરળ રહેતું નથી.

રાહુ : જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ હોય તો તે કઠોર સ્વભાવનો અને તેજ બુદ્ધિ પ્રાપ્ત કરે છે પરંતુ જો અશુભ હોય રાહુ તો તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેતુ :  કેતુ પણ રાહુ સમાન જ શુભ ફળ આપે છે. કેતુ શુભ ફળદાયી હોય તે વ્યક્તિ ગરીબોની મદદ કરનાર બને છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer