ચહેરા પરના ખીલ-ખાડા માંથી છુટકારો મેળવવા માટે જરૂરથી અપનાવો આ ઘરેલું ઉપાયો 

આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં જોવા મળે છે. યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે. આ તૈલીયગ્રંથી પર બેકટેરિયા આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે.

પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે જેથી આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા બતાવીશું જેનો ઉપયોગ કરી તમે ખબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકીલો ચહેરો પામી શકશો.

સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં સેક્સ હોર્મોન્સનુ પ્રમાણ વધે છે. વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે. વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે. કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે.મૃત અને તૈલીય ત્વચા પણ ખીલનું કારણ બની શકે છે.

ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

હળદરનો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદરમાં બેક્ટિરીયાને મારવાની ક્ષમતા હોય છે.એક ચમચી હળદરના પાવડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે.

લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટીમીન સી જોવા મળે છે, જે ખીલ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. કોટન(રૂ)ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. જ્યારે તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે. લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ જરૂર દૂર થશે. ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

બરફ પણ ખીલથી છુટકારો અપાવવામાં મદદરૂપ બને છે. બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.બરફ પણ ખીલથી છુટકારો અપાવવામાં મદદરૂપ બને છે.

બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે. નાસએ ખીલ માટેનો સૌથી સારો ઉપાય છે. ચહેરા પર નાસ લેવાથી ઝીણા છીદ્રો ખુલ્લી જાય છે, અને ચહેરા પરની ગંદકી દૂર થાય છે.

જ્યારે પણ ખીલની સમસ્યા થાય ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે. તજને પીસીને પાવડર બનાવી લેવો, આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં ચહેરા પર લગાવવું. આ ક્રિયા દિવસમાં બે વાર કરવાથી ખીલ દૂર થાય છે.

સંતરાની છાલ- સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું. અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.

એપલ વિનેગરને સ્કિન માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે. એપલ વિનેગરમાં કોટન(રૂ)ને ડૂબાડીને ચહેરા પર લગાવવું. ચહેરા પર એ સૂકાય જાય ત્યાર બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી ખીલ જરૂર દૂર થશે. મધને એક નેચરલ એન્ટીસેપ્ટિક ગણવામાં આવે છે. ખીલની સમસ્યા માટે આ રામબાણ ઈલાજ છે. કોટન(રૂ)ને મધમાં બોળીને ચહેરા પર લગાવવું. જ્યારે એ સૂકાય જાય તેને ધોઈ લેવું, ખીલ જરૂરથી દૂર થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer