એશ્વર્યાની ખૂબસૂરતીને લઈને ઋતિક રોશને ઉઠાવી હતી આંગળી, કહ્યું હતું માત્ર ખૂબસૂરતીને કારણે જ..

ઋતિક રોશન બોલીવૂડના સૌથી હેન્ડસમ હીરો છે. તો એશ્વર્યા રાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ખુબ સુંદર અદાકારા છે. તે બંને સિતારાઓ ધુમ 2, જોધા અકબર અને ગુજારીશ માં સાથે કામ કરી ચુક્યા છે .ઋતિકે જ્યારે પણ એશ્વર્યા ની સાથે ફિલ્મોમાં કામ કર્યું છે, તો એક્ટ્રેસની તારીફ ના પુલ બાંધ્યા છે. પરંતુ ઐશ્વર્યા ની સાથે કામ કર્યા પહેલા ઋતિક તેના પર આંગળી પણ ઉઠાવ્યા કરતા હતા. તે એશ્વર્યાના ટેલેન્ટને જજ કરતા હતા.

ઋતિક એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને એ વાતની ગિલ્ટી ફીલ થાય છે, કે તેમણે એશ્વર્યા રાયને સારી રીતે જજ નહોતી કરી. તે જણાવે છે કે પહેલા તેમને લાગતું હતું કે એશ્વર્યા ની સુંદરતા તેમના અંદરના ટેલેન્ટને છુપાવી દે છે. પરંતુ જ્યારે તેમણે એશ્વર્યા ની સાથે કામ કરવાનું શરૂ કર્યું, તો તેમને ખબર પડી કે એશ્વર્યા ખુબ સુંદર હોવાની સાથે સાથે ખૂબ ટેલેન્ટેડ પણ છે.

ઋતિક ની આ વિચારધારામાં બદલાવ ધૂમ 2 માટે બ્રાઝિલના રિયો ડી જેને રિયોમાં શૂટિંગ કરતી સમય આવ્યો. તેમણે આ દરમ્યાન ઐશ્વર્યા ની અંદર કામ ને લઈને સમર્પણ જોયું. તે તેમનું ફોકસ હમેશાં કામ પર રાખતી હતી. કામને લઈને તેમની એપ્રોચ ખૂબ સારી હતી.

આમ તો ઋતિક જ પહેલા હીરો નથી જેમણે ઐશ્વર્યા ઉપર આંગળી ઉઠાવી હતી, તેની પહેલાં વિવેક ઓબેરોય એ પણ ઐશ્વર્યા રાય પર નિશાનો સાધતા બોલ્યા હતા કે જેટલું પ્લાસ્ટિક ટપરવેર માં નહીં હોય એટલું આપણાં બોલીવૂડમાં છે. તેની સિવાય કરણ જોહર ના ટોક શોમાં ઇમરાન હાશ્મી પણ એક સવાલ ના બદલામાં ઐશ્વર્યા ને પ્લાસ્ટિક કહી ચૂક્યા છે.

તેમજ ઐશ્વર્યા ની વાત કરીએ તો તેણે તેમના કો સ્ટાર ઋતિક ને લઈને સારી સારી વાતો કહી હતી. તે ઋતિક ને પોતાનો કો સ્ટાર માનતી હતી. ઐશ્વર્યા અને ઋતિક સૌથી પહેલાં ત્યારે મળ્યા હતા જ્યારે બંને ને મિશન કશ્મીર ફિલ્મ ના માટે એપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર વાત બની નહોતી. ત્યાર બાદ બંને ની જોડી ને પહેલી વાર 2006 માં આવેલી ધૂમ 2 માં જોવા મળ્યા. ધૂમ 2 માં બંને ના કિસિંગ સીન ની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.

કામ ની વાત કરીએ તો ઐશ્વર્યા જલ્દી જ મણી રત્નમ ની ફિલ્મ પોન્નિયિન સેલવન માં જોવા મળશે. 500 કરોડ ના ખર્ચે બની રહેલી આ ફિલ્મ માં ઐશ્વર્યા નો ડબલ રોલ હશે. તેમાં ઐશ્વર્યા ની સાથે વિક્રમ, કીર્થિ, જયમ રવિ, જયરામ અને તૃષા મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. તેમજ ઋતિક રોશન ની વાત કરીએ તો તે 2019 માં આવેલી ફિલ્મ વાર ના સિકવલ માં જોવા મળ્યા હતા, આ ફિલ્મ માં તેમની સાથે ટાઈગર શ્રોફ વિલન ના રોલમાં જોવા મળ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer