અંબાલાલ પટેલની આગાહી; જો આ નક્ષત્ર માં વરસાદ થશે તો આવા આવા નુકસાન થઈ શકે છે…

આ વખતે સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસે વાવણી થવાની શક્યતા છે. તા.૨૨ અને ૨૩માં ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે તા.27 જૂનથી ચોમાસું વેગવંતુ 29 જૂનથી ચોમાસું સક્રિય થશે. વરસાદ સાથે પવનની શક્યતા છે.

6ઠ્ઠી જુલાઈના દિવસે સૂર્ય પુનવર્સુ નક્ષત્રમાં આવશે જેથી સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં સર્પની સંવનનક્રિયા થવાની શક્યતા હોતા ખેડૂત ભાઈઓએ ખેતરોમાં સર્પનો ત્રાસ રહેશે.

જેઠ સુદ ને બીજના દિવસે વરસાદ ગાજે તો ઘડ ગાજ્યું ગણાય અને બીજા સંજોગોમાં વરસાદની શક્યતા ઓછી રહે છે. પરંતુ આ વખતે બીજા સંજોગો સારા છે. 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય છે અને મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો ઉભા પાકમાં જીવાત પડવાની સંભાવના રહે છે. આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. તેમ અંબાલાલ પટેલે કહ્યું હતું.

જો કાતરા થાય તો તો વરસાદ લગભગ 27 દિવસ સુધી ઓછો પડે છે. એટલે કે કાતરાને સાનુકૂળ હવામાન રહે તો વરસાદ પડે છે એવી માન્યતા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ના ખેડૂત ભાઈઓએ આ બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે. તા.11-12 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer