અમદાવાદની આ જગ્યા બની સંપૂર્ણ દંડ ફ્રી ઝોન, TRB જવાનો દ્વારા પૈસા માગવાની ઘણી ફરિયાદો આવતા લેવાયો નિર્ણય

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થનારા વાહન લોકો માટે ખુશી ની વાત છે. એસ.પી રિંગ રોડ પર TRB દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનું ઘણી બધી ફરિયાદો મળી હતી. જે બાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા 35 કિલોમીટરનામાં આવતા 15 મોટા જંક્શનો પરથી 240 જેટલા TRB જવાનોને હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી પસાર થતા લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. TRB જવાન દ્વારા ભારે વાહનો પાસેથી હપ્તો વસૂલાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ TRB જવાનોની ડ્યુટી પોલીસકર્મીઓ બજાવશે એવું જે.સી.પી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

આ રોડ પર કેટલાક જવાનો દ્વારા ખોટી રીતે પૈસા ઉઘરાવવા હતા એવી ફરિયાદ મળી હતી. આથી, ત્યાં સ્થળ પર દંડ વસૂલવાની કોઈ સમસ્યા નહીં રહે. અમને આશા છે કે આ નિર્ણયથી એસ.પી રીંગ રોડ પરથી નીકળનારા વાહનચાલકોને હવેથી હાલાકી નો સામનો કરવો પડશે નહિ.

નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ નહીં કરાય તો તેનાથી રોડ પર અરાજકતા થસે, તેના વિશે જે.સી.પી ચાવડાએ ઉમેર્યું કે તેમનું ધ્યાન અત્યારે ટ્રાફિકનું નિયમન કરવાનું છે નહિ કે દંડ ઉઘરાવવાનું.

જોકે આ રોડ પર મોટી ઘટના અથવા ટ્રાફિકના ઉલ્લંઘનના કેસમાં નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરી શકશે. તેઓ ગુનેગારને પોલીસ સ્ટેશન પર લઈ જશે અને જરૂરી કાર્યવાહી ત્યાં જ કરાશે. આનાથી સ્થળ પર દંડ ઉઘરાવવાથી થતો ભ્રષ્ટાચાર નાબુદ થશે.

પોલીસ ટ્રાફિકની સ્થિતિથી વાકેફ ન થાય અને ભ્રષ્ટાચારમાં ન સંકળાય તે માટે તેમણે કહ્યું કે, આ પટ્ટા પર ટ્રાફિક પોલીસકર્મીઓને રોટેશનમાં મૂકાશે. ડિપ્લોય કરવામાં આવેલી ટીમ આઠ દિવસ સુધી કોઈ જ એક પોઈન્ટ પર રહી શકશે. આ બાદ નવી ટીમ તેમની જગ્યા લેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer