ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦નું ગણવામાં આવે છે. દર વર્ષે કેન્સરનાં નવાં ૮ લાખ દર્દીઓ જોવા મળે છે, ઉપરાંત ૨૪ લાખ જૂનાં દર્દીઓ છે. ૪૮ % પુરૂષોમાં અને ૨૦ % સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન (બીડી-સિગારેટ, ગુટખા, પાન મસાલા, છીંકણી) છે.
આપણા દેશમાં પુરૂષો તથા સ્ત્રીઓ બંને જાતિઓમાં મોં અને ગળાનું કેન્સર, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના ૫૦ % થી વધુ જોવા મળે છે.
એટલા માટેજ આજે અમે તમને આ લેખ દ્વારા તેના થોડા લક્ષણો વિષે જણાવવાના છે જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યા છે તો ચાલો જાણીએ તેના વિષે. સતત ગળાની ખરાશ રહે અને અનેક અઠવાડિયા સુધી બની રહે તો આ ગળાનું કેંસર હોઈ શકે છે.
આ ઉપરાંત ખાવાનુ ગળવામાં કોઈ તકલીફ હોય તો પણ સાવધ થઈ જવુ જોઈએ. સ્ત્રીઓએ ખુદને કૈસરથી દૂર રાખવા માટે આ લક્ષણો દેખાતા જરૂર સાવધ થઈ જાવ. તેમા સૌ પહેલા જો 50ની વય પાર કરી ચુકેલી મહિલાઓ મોનોપોઝ થયા પછી પણ જો પીરિયડ્સ હોય કે થોડો પણ રક્તસ્ત્રાવ થાય તો આ સંકેત યૂરીન કેંસરના છે.
આ ઉપરાંત જો બ્રેસ્ટમાં ગાંઠ હોય કે પછે તેનો રંગ બદલાય ગયો હોય કે સોજો આવી ગયો હોય તો સમજી લો કે આ બ્રેસ્ટ કેંસર તરફ ઈશારો છે.જો તમારા પેટમાં વારેઘડીએ સોજો રહે તો એ પણ કેંસર હોઈ શકે છે. જો આવો સોજો માસિક ધર્મના સમયે હોય તો આ સામાન્ય હોઈ શકે છે
જો આખી રાત સૂતા રહેવા છતા પણ તમે તાજગીનો અનુભવ ન કરો અને મોટાભાગે થાકનો અનુભવ કરો તો તેનાથી પણ સાવધ થવાની જરૂર છે. સતત થનારો માથાનો દુખાવો જો માઈગ્રેન નથી તો આ ખતરનાક બની શકે છે.
સવારે જો તમારા મળ સાથે લોહી આવે તો આ કોલોન કૈસરનુ લક્ષણ હોઈ શકે છે. ચક્કર એ મોટી વાત નથી. આજના સમયમાં દરેકને ચક્કર આવે છે. પરંતુ જો તમને સતત 2 થી 3 મહિના થી ચક્કર આવતા આવતા હોય તો તમને કેન્સર હોય શકે છે.