આવતી કાલથી નવો ભાવ લાગુ, અમૂલ દૂધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો વધારો…

અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ દેશભરના બજારમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો આવતીકાલથી એટલે કે 1 માર્ચથી લાગુ થશે. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રના માર્કેટમાં અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ 500 મિલીલીટરના 30 રૂપિયા થશે. જ્યારે અમૂલ તાઝાની કિંમત 500 મિલી દીઠ 24 રૂપિયા અને અમૂલ શક્તિની કિંમત 27 રૂપિયા પ્રતિ 500 મિલી હશે.

કંપની દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે રૂ. 2 પ્રતિ લિટરનો વધારો માત્ર 4 ટકા છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઘણો ઓછો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં અમૂલે તેની તાજા દૂધની શ્રેણીના ભાવમાં વાર્ષિક માત્ર 4 ટકાનો વધારો કર્યો છે. ઉર્જા, પેકેજીંગ, પરિવહન, પશુ આહારના ખર્ચમાં વધારો થવાને કારણે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે આમ કુલ કામગીરીના ખર્ચમાં વધારો થયો છે.

અમૂલે ખેડૂતોની દૂધ ખરીદીના ભાવમાં કિલો ફેટે રૂ.35 થી રૂ.40 નો વધારો કર્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 5 ટકા વધુ છે. બિહારની વાત કરીએ તો પટનામાં 56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી અમૂલ ગોલ્ડની કિંમત હવે 58 રૂપિયા થઈ ગઈ છે. 49 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી અમૂલ શક્તિની કિંમત પટનામાં 51 રૂપિયા થશે. જ્યારે તાજા દૂધના ભાવ 44 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 46 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. દૂધ સિવાય અન્ય ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.

બસો ગ્રામ દહીંની કિંમત પહેલાની જેમ 15 રૂપિયા, 400 ગ્રામ દહીંના પેકેટની કિંમત 28 રૂપિયા અને એક કિલો દહીંની કિંમત 63 રૂપિયા છે. આ જ રીતે લસ્સી 10 રૂપિયાના પેકેટ અને પનીર 200 ગ્રામ માટે 76 રૂપિયા અને એક કિલો 352 રૂપિયામાં બજારમાં મળશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer