આ કારણે માતા અંજના હનુમાનજી પર થઇ ગયા હતા ખુબ ગુસ્સે, નારાજ થઈને કહી દીધું હતું આવું….

જયારે રામાયણ નું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાછા વળતા સમયે હનુમાનજી નું રસ્તા પર ઘર આવતું હતું. માં અંજના સાથે હનુમાનજી મળવા માંગતા હતા, એમણે પ્રભુ શ્રી રામ ને વિનંતી કરી કર શું તે અમુક સમય માટે એમની માં સાથે મળી શકે છે.

પ્રભુ શ્રી રામ એ આજ્ઞા આપી અને કહ્યું કે તે માત્ર એની જ માં નહિ પરંતુ મારી પણ માં છે. ત્યાર પછી પૂરી સેના માતા ને મળવા એના ઘરે પહોંચી. અમે પણ એના દર્શન કરવા માંગીએ છીએ. બધા માં અંજના ને મળવા પહોંચ્યા.

માં ના ચરણ સ્પર્શ કરીને હનુમાનજી એ માં ની વંદના કરી બધાનો પરિચય એમની માં સાથે કરાવ્યો. પ્રભુ શ્રી રામ વિશે અંજના માં સારી રીતે જાણતા હતા અને એના શ્રી મુખ થી માં શબ્દ સાંભળીને માં અંજના ગદગદ થઇ ગઈ.

પછી હનુમાનજી એ લંકા વિજય ની સંપૂર્ણ કથા શરુથી પૂરી થાય ત્યાં સુધી સંભળાવી. કથા સાંભળ્યા પછી અંજના માં હનુમાનજી પર ખુબ ગુસ્સે થઇ ગઈ. એમણે કહ્યું ધિક્કાર છે મને મારા દૂધ પર કે મે તારા જેવા સંતાન ને જન્મ આપ્યો.

તું એટલો બળશાળી થઈને પણ પ્રભુ ને પરિશ્રમ કરાવ્યો. અરે મુર્ખ તારામાં એટલી શક્તિ છે કે તું રાવણ સહીત લંકા ને પણ સમુદ્ર માં નાખી શકે છે તો, તો તું હોવા છતાં કેમ રામસેતુ બન્યો, કેમ વાનર માર્યા ગયા.

માં ની એવી વાણી સાંભળીને હનુમાનજી એ જણાવ્યું કે મને મારા પ્રભુ નો આદેશ ન હતો નહીતર હું તમને કોઈ ફરિયાદ નો મૌકો પણ ન આપ્યો હોત. પરંતુ રાવણ નું મૃત્યુ મારા હાથે નહિ પરંતુ પ્રભુ શ્રી રામ ના હાથે લખેલું હતું.

આ વિધિ ના વિધાન ને હું ટાળી શકતો ન હતો. રાવણ નું મૃત્યુ પહેલા જ લખાય ગયું હતું એને એમ એમ જ મરવાનું હતું. માં અંજના એ કહ્યું બેટા તું સાચું કહી રહ્યો છે તું તારી જગ્યા પર બિલકુલ સાચો છો. અને મને ગર્વ છે કે તે મારા ખોળા થી જન્મ લીધો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer