અનુજની તબિયત વધારે બગડી જશે, પતિ ની આ હાલત જોઇને તૂટી જશે અનુપમા…

અનુપમા સિરિયલમાં આપણે જોયું કે કાવ્યા વનરાજ ને મળે છે અને ચર્ચા કરે છે કે તે દિવસે ખીણ પાસે ખરેખર અનુજ સાથે શું થયું ત્યારે વનરાજ અનુપમા અને કાવ્યા ની બધી સચ્ચાઈ કહે છે.. અનુપમા સિરિયલમાં આ દિવસે ખૂબ જ ઈમોશનલ માહોલ ચાલી રહ્યો છે.

અનુપમા અનુજ અને વનરાજની હાલત જોવા માટે ડોલી,અનુ અને પાંખી સાથે હોસ્પિટલ આવવા નીકળે છે. તે સમય દરમિયાન કાવ્યા વનરાજ સાથે વાતચીત કરવા જાય છે અત્યારે વનરાજ અને અનુજ ના એક્સિડન્ટને યાદ કરે છે. કાવ્યા વનરાજ ને મળવા જાય છે અને તે દિવસે ખરેખર શું થયું હતું તે વિશે ચર્ચા કરે છે.

આગળના એપિસોડમાં જોવા મળશે કે વનરાજ અનુપમાને સાચી સચ્ચાઈ કહેશે. તેની વચ્ચે ચિંતા નો વિષય તે છે કે અનુજની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. જે જોઈને અનુપમા અંદરથી તૂટી જાયછે અને ખૂબ જ ચિંતામાં આવી જાય છે.

આવનાર દિવસોમાં આપણને જોવા મળશે કે બરખા પોલીસને કહે છે કે તે વનરાજ ને પકડી લે અને અનુજના એક્સિડન્ટ પાછળ તેનો હાથ છે તેથી તેને જેલના સળિયા પાછળ મોકલી દે.. પરંતુ તેની વચ્ચે અનુપમા મિસ્ટર શાહને જેલમાં મોકલવા માટે ના પાડે છે.ત્યારે બરખા અનુપમા ને કહે છે કે તને મિસ્ટર શાહ પ્રત્યે એટલી બધી લાગણી હતી તો તે મારા દેવર સાથે લગ્ન કેમ કર્યા??

આ સાંભળીને અનુપમા ખૂબજ ગુસ્સે થઈ જાય છે અને બરખા ને કહે છે કે સારું છે ભાભી તમે આ વાત હોસ્પિટલમાં કહી નહીંતર જો આ વાત તમે મને ઘરે કહી હોત તો હું તમને બતાવી દેતી કે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવનારની હું શું હાલત કરું છું.. આમ આવનારા દિવસોમાં ખૂબ જ ટ્વિસ્ટ જોવા મળવાના છે…

Leave a reply:

Your email address will not be published.

Site Footer