શાહ પરિવાર સાથેના સંબંધો તૂટ્યા બાદ અનુપમા અને અનુજ ખૂબ જ દુઃખી છે. હવે અનુપમાના જીવનમાં એક નવો પડકાર આવવાનો છે. અનુજ બીમાર પડ્યા પછી અનુપમા પોતાને સાબિત કરશે…
અનુપમા સાથે પાખીના ખરાબ વર્તન પછી, અનુજે શાહ પરિવાર સાથે અનુપમાનો સંબંધ તોડી નાખ્યો. અને વનરાજ અનુજનું અપમાન પણ કરે છે અને તેને અને અનુપમાને ઘર છોડવા કહે છે. દરમિયાન, અનુજ યાદ અપાવે છે કે અનુપમાએ આખા પરિવાર માટે કેટલું કર્યું હતું, પરંતુ વનરાજને કોઈ અસર થઈ નથી. અનુજ અને વનરાજ વચ્ચેનો ઝગડો હાથ ઉપાડવા સુંધી પહોંચી જાય છે. તે દરમિયાન અનુપમા અનુજ અને વનરાજ ને રોકે છે. અનુજ ઘર છોડે છે અને નક્કી કરે છે કે તે ક્યારેય પાછો નહી આવે.
કાવ્યાએ અનુપમાને ગળે લગાવી. પાખી અનુપમાને કહે છે કે તે ઘર છોડી ને ચાલી જાઈ. નહીતર પાખી જ ઘર છોડી દેશે. અનુજ અનુપમાને તે ઘર છોડીને પોતાની સાથે આવવા કહે છે. અનુપમા ઘર સાથે સંબંધ તોડતી વખતે ઘરની સ્ત્રીઓને મળે છે. કિંજલ અને કાવ્યા અનુપમાને ગળે લગાવીને રડે છે. અનુપમા બાને કિંજલનું ધ્યાન રાખવા કહે છે. અનુજને અફસોસ છે કે તેણે શાહ પરિવાર સાથે સંબંધો રાખ્યા છે. અનુજ અને અનુપમા નક્કી કરે છે કે શાહ પરિવાર પરિવાર સાથે નહીં રહે અને ક્યારેય પાછુ વાળીને તેની સામે નહીં જોવે.
અનુપમા સામે આવ્યો નવો પડકાર. શાહ પરિવાર સાથે અનુપમાના સંબંધો તૂટ્યા બાદ વાર્તામાં વધુ એક ટ્વિસ્ટ આવતો જોવા મળવાનો છે. સીરિયલ ગોસિપના રિપોર્ટ અનુસાર અનુજ બીમાર પડી જશે. આ પછી અનુપમાએ બિઝનેસ સંભાળવો પડશે. અનુજના સાથ ને કારણે અનુપમા એક વાસ્તવિક બિઝનેસ વુમન તરીકે પોતાને સાબિત કરશે. અને સિરિયલમાં ફરી એકવાર અનુપમાની નવી સફર શરૂ થશે.