હનુમાનજીની મૂર્તિ લગાવતાં પહેલાં ધ્યાનમાં રાખો આ બાબતો, નકારાત્મક શક્તિઓ અને જીવનની મુશ્કેલીઓથી મળશે છૂટકારો

દાદ્રેક લોકો વાસ્તુશાસ્ત્ર માં વિશ્વાસ કરે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે મુર્હુત જોઈએ છીએ. જેથી ક્યારેય એના પર નકારાત્મક અસર ના થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં હનુમાનજીની પ્રતિમા કે મૂર્તિ હોય ત્યાં મંગળ, શનિ, પિતૃદોષ અને નકારાત્મક શક્તિઓ રહી શકતી નથી. ઘરમાં હનુમાનજીની મૂર્તિ લગાવવી હોય તો કેવી લગાવવી અને ક્યાં લગાવવી એ અમે તમને જણાવીશું. આ માટે પણ કેટલાક વાસ્તુ અને જ્યોતિષ નિયમો છે. તો ચાલો જાણી લઈએ હનુમાનજી ની મૂર્તિ કેવી જગ્યા પર અને ક્યાં લગાવવી જોઈએ.

પંચમુખી હનુમાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની તસવીર જે ઘરમાં હોય છે, ત્યાં વિકાસના રસ્તાઓ ખૂલે છે અને કામમાં આવતી અડચણો દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે.

કઈ દિશામાં લગાવવી હનુમાનજીની પ્રતિમા

વાસ્તુ અનુસાર હનુમાનજી હંમેશાં દક્ષિણ દિશામાં દેખતા હોય એ રીતે પ્રતિમા લગાવવી જોઇએ. આ ચિત્ર બેસેલી મુદ્રામાં હોય અને લાલ રંગના હનુમાનજી હોવા જોઇએ. હનુમાનજીની પ્રતિમા દક્ષિણ દિશામાં આવતી દરેક પ્રકારની નકારાત્મક શક્તિને રોકે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

શ્રીરામનું ભજન કરતા હનુમાનજી

ઘરમાં હનુમાનજીની આવી તસવીર રાખવાથી ઘરના લોકોમાં ભક્તિ અને વિશ્વાસનો સંચાર થશે. તે તમારી સફળતાનો આધાર બનશે.

બેડરૂમમાં ન લગાવવી હનુમાનની તસવીર

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા, માટે હનુમાનજીની તસવીર બેડરૂમમાં ન લગાવવી જોઇએ. તસવીર મંદિર કે બીજી કોઇ પવિત્ર જગ્યાએ રાખવી જોઇએ.

ભૂત-પ્રેતથી બચવા માટે

ઘણા લોકોને એમ લાગતું હોય છે કે, તેમના ઘર પર નકારાત્મક શક્તિઓની અસર છે, તો તેમણે હનુમાનજીની શક્તિ પ્રદર્ષન કરતી તસવીર લગાવવી જોઇએ. પંચમુખી હનુમાનજીની તસવીર મુખ્ય દ્વાર પર પણ લગાવી શકાય છે કે એવી કોઇ જગ્યાએ લગાવી શકાય, જ્યાં બધાંની નજર પડે. આમ કરતાં ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી અટકે છે.

બેઠક ખંડમાં લગાવો હનુમાનજીની આવી તસવીર

ઘરના બેઠકખંડમાં શ્રીરામ દરબારની તસવીર લગાવવી જોઇએ, જેમાં હનુમાનજી પ્રભુ શ્રીરામનાં ચરણોમાં બેઠેલા હોય. આ સિવાય બેઠકરૂમમાં પંચમુખી હનુમાનજીની તસવીર, પર્વત ઉઠાવીને જઈ રહેલ હનુમાનજીની તસવીર કે શ્રીરામ ભજન કરતા હનુમાનજીની તસવીર લગાવવી જોઇએ. આમાંથી કોઇ એક તસવીર લગાવી શકાય છે.

પર્વત ઉઠાવીને જઈ રહેલ હનુમાનજીની તસવીર

આ ચિત્ર તમારા ઘરમાં હશે તો સાહસ, બળ, વિશ્વાસ અને જવાબદારીનો વિકાસ થશે. તમે કોઇપણ પરિસ્થિતિત્થી ગભરાશો નહીં. દરેક મુશ્કેલી બહુ નાની લાગશે અને તેનું સમાધાન બહુ જલદી મળી શકે.

ઉડી રહેલા હનુમાન

જો હનુમાનજીની આવી તસવીર ઘરમાં હોય તો તમારી ઉન્નતિ, વિકાસ અને સફળતા થશે. તમારામાં સતત આગળ વધવાનો ઉત્સાહ રહેશે અને સાહસનો સંચાર થશે. સતત સફળતા મળતી રહેશે.

જળસ્ત્રોત દોષ

જો ઘરમાં ખોટી દિશામાં પાણીની વ્યવસ્થા હોય તો વાસ્તુ દોષના કારણે ઝગડા અને બીમારીઓ ઘર કરી જાય છે. આ દોષમાંથી છૂટકારો મેળવવા માટે ઘરમાં પંચમુખી હનુમાનની તસવીર લગાવવી જોઇએ. ઘરમાં પાણીનો મુખ્ય સ્ત્રોત દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રાખવો જોઇએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer