અનુપમા સિરિયલમાં અનુજ ઘણા પડકારો નો સામનો કરવા જઈ રહ્યા છે. નાની અનુના આગમન સાથે હવે અનુપમાએ તેના અન્ય 3 બાળકોની પણ સંભાળ રાખવી પડશે. જેથી તોશુ ખૂબ જ ગુસ્સે છે, જયારે સમર અને પાખી પણ અશાંત છે.૩
અનુપમામાં નાની અનુ આવ્યા બાદ શો ની કહાની માં પણ ઘણો બદલાવ જોવા મળી શકે તેમ છે. અનુજ અને અનુપમા નાની અનુને શાહ પરિવાર માં લાવ્યા છે, જ્યાં તેમને દરેક તરફથી અલગ અલગ પ્રતિભાવ મળ્યો છે. બાપુજી, કિંજલ, કાવ્યા, સમર અને પાખી આ બધાએ એ નાની અનુ નું વહાલ થી સ્વાગત કર્યું, જ્યારે બા, વનરાજ અને તોશુએ પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો.
અનુ ને જોઈને બાએ અનુજ અને અનુપમા ના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા. જયારે વનરાજ અને બાએ અનુજ અને અનુપમા ને કહ્યું કે આ ઉંમરે તમારે બંનેએ આટલી મોટી જવાબદારી ના લેવી જોઈએ.ત્યારે વનરાજના સવાલ પર અનુજ બાકી છે. કહે છે કે આ તેનું અંગત જીવન છે. અને આ માટે તેને કોઈ બહારની વ્યક્તિ ની મંજૂરી લેવાની જરૂર નથી. ત્યાર બાદ અનુજ બાને કહે છે કે નાની અનુ બુદ્ધિશાળી છે. અને તેને ઉછેરવા માટે બહુ જાજી મહેનત નહિ કરવી પડે.બા કહે છે કે ગમે તેમ થાય પરંતુ એક માતા એ પોતાના બાળક ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું પાડે,અને શું અનુપમા આ ઉંમરે તે કરી શકશે કે નહિ?
વનરાજને અનુપમા એ જવાબવ આપ્યો, વનરાજ અનુજ ને કહે છે કે તું પિતા બની ગયો છે. પણ તે બધું જ અનુપમાને જ સહન કરવું પડશે. આના પર અનુપમા વનરાજને સાચું ખોટું સંભળાવે છે. અનુપમા કહે છે કે આ નિર્ણય પોતાની ઈચ્છાથી લેવામાં આવ્યો છે. અને કોઈએ તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, તે કહે છે કે તેની ચિંતા કરવા માટે તેના પતિ અનુજ છે. આ સાથે જ અનુપમા એ કહ્યું કે આજ પછી મારી અને મારા પતિ વચ્ચે કોઈએ બોલવાની જરૂર નથી.
અનુપમા હવે નવા પડકારોથી ઘેરાઈ જશે.બીજી તરફ અનુપમાના બાળકો પાખી, સમર અને તોશુ આ નિર્ણયથી ચોંકી ગયા છે. તોશુ પણ અનુપમા અને અનુસના નિર્ણય થી નારાજ ગયો છે. હવે પછીના એપિસોડમાં, નાની અનુના આગમન ની અનુપમાના બાકીના 3 બાળકો પર કેવી અસર પડી શકે છે તે જોવા મળશે. તોશું તેની માતા કહે છે કે તમે આટલા બધા હાથ પકડશો તો એકાદ હાથ તો છૂટી જશે. આના પરથી અનુમાન લગાડી શકાય છે કે હવે અનુપમા માટે ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થવાની છે. નાની અનુની સાથે તેણે તેના અન્ય 3 બાળકોની પણ સંભારા રાખવી પડશે. સાથે જ કિંજલ પણ માતા બનવા ની છે.