પતિએ પત્ની ને પુરુષ મિત્ર સાથે આ હાલતમાં પકડી, લગ્નના ૬ વર્ષ બાદ સામે આવ્યું આ અફેર…

6 વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન, ચાર વર્ષથી પત્ની પોતા ની માતા ને ઘરે રહેતી હતી. અમદાવાદ માં પત્નીને પતિએ હોટેલ માંથી પ્રેમી સાથે ખરાબ હાલત માં પકડી પાડતાં હોબાળો મચી ગયો હતો. પત્નીએ પોતાનો જન્મ દિવસ હોવાથી મિત્ર સાથે હોટેલ માં આવી છે. આવું કહીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશન માં બંને પક્ષે મારા મારી અને મારી નાંખવા ની ધમકી ઓ અપાતા ફરિયાદ દાખલ કરાવાઈ છે.

મળતી માહિતી અનુ સાર કલોલ ખાતે રહેતા 28 વર્ષના યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની તથા કડી તાલુકા ના એક ગામ માં રહેતા પ્રેમી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. યુવક ના મહિલા સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. પતિને પત્નીને અન્ય યુવક સાથે આડા સબંધની શંકા હોવાથી બન્ને વચ્ચે આ મુદ્દે તકરાર થતાં ચાર વર્ષ પહેલા પત્ની રિસાઇને પિયરમાં રહેવા જતી રહી હતી.

મહિલા તેના પ્રેમી સાથે ખરાબ હાલત માં મળી આવી હતી. પતિને ચોક્કસ માહિતી મળી હતી કે પોતાની પત્ની અન્ય પુરુષ સાથે નરોડા રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં ગઈ છે. ત્યાર બાદ ફરિયાદી યુવકે કન્ટ્રોલ માં ફોન કરીને પોલીસ બોલાવી હતી, અને પોલીસને સાથે લઇને હોટલમાં ગયા હતા. જ્યાં હોટલના રુમ માં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે વિચિત્ર હાલતમાં મળી આવી હતી. આ સમયે પ્રેમી અને તેની પત્નીએ યુવતી ના પતિને તુ અહિયા કેમ આવ્યો છે. તુ અહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા. સામે પક્ષે મહિલાએ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે મહિલા નો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર સાથે હોટલ માં ગઈ હતી. આ સમયે આરોપી પતિએ ત્યાં આવીને તું બીજા પુરુષ સાથે અહિંયા હોટલમાં શુ કરે છે, તેમ કહીને મારા મારી કરી હતી અને સાચુ બોલ નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer